એકાદ કાચું ઈંડું પીવાની વાત હોય તોય પેટમાં ગોટાળા થવા લાગે છે, પણ આ ભાઈની પ્રૅક્ટિસ એટલી જબરદસ્ત છે કે ભાઈસાહેબ આસાનીથી જાણે શરબત પીતા હોય એમ ઈંડાં ગટગટાવી ગયા છે.
માણસ છે કે મશીન? બે મિનિટમાં ૧૦૦ કાચાં ઈંડાં પી ગયો આ માણસ
ખાવાની કૉમ્પિટિશનો ક્યારેક ઘાતક બની જતી હોય છે, પરંતુ કેટલાક લોકોને ઈટિંગ ચૅમ્પિયન બનવા માટે જીવ જોખમમાં મૂકવામાં પણ વાંધો નથી. આવો જ જાણીતો ફૂડી છે નૅથનૅન્ટ. તેની ખાવાની ક્ષમતા તો દંગ કરી દે એવી છે જ, પણ ખાવાની સ્પીડ પણ કંઈ કમ નથી. તાજેતરમાં આ ભાઈએ ૧૦૦ કાચાં ઈંડાં પીને ઈટિંગ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. એકાદ કાચું ઈંડું પીવાની વાત હોય તોય પેટમાં ગોટાળા થવા લાગે છે, પણ આ ભાઈની પ્રૅક્ટિસ એટલી જબરદસ્ત છે કે ભાઈસાહેબ આસાનીથી જાણે શરબત પીતા હોય એમ ઈંડાં ગટગટાવી ગયા છે. પહેલાં તેણે ૧૦૦ ઈંડાં એક પછી એક તોડીને મોટી જારમાં એનો રસ ભર્યો. એ પછી ટાઇમર ગોઠવીને એ જાર મોઢે માંડી દીધો. બે મિનિટની અંદર જ તેમણે જાર ભરીને ઈંડાં પેટમાં ઓહિયાં કરી લીધાં હતાં.


