Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈ, માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા

ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈ, માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા

Published : 09 April, 2026 09:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં રસૂલપુર ગામમાં મંગળવારે લાગેલા મેળામાં ૮ વર્ષની એક બાળકી સાથે રૂંવાડાં ખડાં કરી દેતો અકસ્માત થયો. તે એક ચગડોળમાં મજા માણી રહી હતી અને તેની લાંબી ચોટલી પણ હવામાં લહેરાઈ રહી હતી.

ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈ, માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા

ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈ, માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા


ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં રસૂલપુર ગામમાં મંગળવારે લાગેલા મેળામાં ૮ વર્ષની એક બાળકી સાથે રૂંવાડાં ખડાં કરી દેતો અકસ્માત થયો. તે એક ચગડોળમાં મજા માણી રહી હતી અને તેની લાંબી ચોટલી પણ હવામાં લહેરાઈ રહી હતી. જોકે એ જ વખતે તેના લાંબા વાળની ચોટલી ચગડોળની પાસેના એક ખાંચામાં ફસાઈ ગઈ. ચોટલી ફસાવાને કારણે બાળકી એની સાથે ખેંચાતી ગઈ. લોકો કંઈ સમજે અને ચગડોળ રોકવામાં આવે એ પહેલાં તો બાળકીના માથા પરના વાળ ત્વચા સાથે ઊખડી ગયા અને ખોપડી લોહીલુહાણ થઈ ગઈ. બાળકીની ચીસો સાંભળીને તરત ચગડોળ રોકવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં બાળકીના વાળ ઊખડી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 09:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK