અમેરિકાના ટેક્સસમાં આવેલા સ્પેસઍક્સના પરીક્ષણ કેન્દ્ર ખાતે ટેસ્લાના માલિક ઈલૉન મસ્કે તેમની આગામી પેઢીની ‘રોડસ્ટર’ કારનું ઉત્પાદનલક્ષી મૉડલ રજૂ કર્યું હતું. આ કારની પ્રથમ ઝલક જોવા મળી એનાં લગભગ ૯ વર્ષ બાદ આ કારની પ્રોટોટાઇપ રજૂઆત થઈ છે.
ઈલૉન મસ્કની ઊડતી કાર
અમેરિકાના ટેક્સસમાં આવેલા સ્પેસઍક્સના પરીક્ષણ કેન્દ્ર ખાતે ટેસ્લાના માલિક ઈલૉન મસ્કે તેમની આગામી પેઢીની ‘રોડસ્ટર’ કારનું ઉત્પાદનલક્ષી મૉડલ રજૂ કર્યું હતું. આ કારની પ્રથમ ઝલક જોવા મળી એનાં લગભગ ૯ વર્ષ બાદ આ કારની પ્રોટોટાઇપ રજૂઆત થઈ છે. આ કાર સ્પેસઍક્સના સહયોગથી વિકસાવવામાં આવી છે અને એ ‘કોલ્ડ-ગૅસ થ્રસ્ટર્સ’નો ઉપયોગ કરીને હવામાં ઊંચકાઈ શકે છે. આ કાર માટે બુકિંગ રિઝર્વેશન)( શરૂ થઈ ગયું છે. આ ટેસ્ટિંગને કારણે ઊડતી કારના વિશ્વમાં ભારે ઉત્તેજના જાગી છે. લોકો એને અત્યાર સુધીનાં સૌથી અસાધારણ વાહનોમાંનું એક ગણાવી રહ્યા છે.
આ કારના પરીક્ષણ પછી ભવિષ્યમાં આકાશમાં ઊડતી કાર આવશે તો નવાઈ નહીં લાગે. ટેસ્લા ઊડતી કારના ખ્યાલને વાસ્તવિકતાની એક ડગલું નજીક લાવી છે. જોકે એનો વ્યાપકપણે ઉપયોગ થવામાં હજી થોડો સમય લાગી શકે છે. પરીક્ષણ દરમ્યાન ટેસ્લાની કાર એક ખાસ ચંદ્રાકારે ઉપર જતા રૅમ્પ પર ચડી હતી અને પછી ત્યાંથી હવામાં બે-ત્રણ ગોઠમડાં ખાઈને સુરક્ષિત રીતે જમીન પર લૅન્ડ થઈ હતી.
