Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખા ગામમાં એક જ મહિલા રહે છે જે બાર ચલાવે છે

આખા ગામમાં એક જ મહિલા રહે છે જે બાર ચલાવે છે

Published : 01 September, 2026 11:28 AM | IST | Lincoln
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના નેબ્રાસ્કામાં આવેલા મોનોવી ગામમાં માત્ર એક જ રહેવાસી છે. એલ્સી આઇલર ગામનાં મેયર, ક્લર્ક અને બાર-લાઇબ્રેરી સંભાળનાર તરીકે એકલાં જ તમામ જવાબદારીઓ નિભાવે છે.

આખા ગામમાં એક જ મહિલા રહે છે જે બાર ચલાવે છે

આખા ગામમાં એક જ મહિલા રહે છે જે બાર ચલાવે છે


અમેરિકાના નેબ્રાસ્કામાં એક એવું ગામ છે જ્યાં ગામવાસી તરીકે માત્ર એક જ મહિલા છે. તેઓ જ ગામનાં મેયર છે અને તેઓ જ ગામની પ્રજા. ગામનાં સરકારી કામોથી લઈને ટૂરિસ્ટોને ખાવાપીવાનું આપવાની જવાબદારી પણ તેમની જ છે. એલ્સી આઇલર નામનાં આ બહેન મોનોવી નામના ગામમાં એકલાં રહે છે. ૨૦૦૩ની સાલમાં તેમના પતિ રુડીનું મૃત્યુ થયું ત્યારથી તેઓ એકલાં જ છે, પણ કદી ગામ છોડીને બીજે જવાનો વિચાર નથી કર્યો. આ ગામનાં એક જ રેસિડન્ટ તરીકે સરકારી ચોપડે એલ્સીનું નામ છે. એલ્સી ભલે એકલાં હોય, પરંતુ ગામ સાવ ભેંકાર નથી. આ ગામમાં ટૂરિસ્ટોની સંખ્યા સારીએવી આવે છે. બાજુના ગામના લોકો પણ આ ગામના બાર અને લાઇબ્રેરીનો લાભ લેવા આવે છે. મેયરની સાથે તેઓ ટાઉનનાં ક્લર્ક પણ છે. બારમાં આલ્કોહોલનો પુરવઠો જાળવવાનું, કસ્ટમર્સને સર્વ કરવાનું અને દર વર્ષે બારનું લાઇસન્સ રીન્યુ કરવાનું કામ પણ તેઓ જાતે જ કરે છે. ૧૯૭૧ની સાલથી એલ્સી મોનોવી ગામમાં બાર ચલાવે છે. આસપાસનાં ગામના લોકો આ બારમાં ખાવા-પીવાનું લઈને આવે છે. અહીં બેસીને ખાય અને બારમાંથી દારૂ ખરીદીની પીએ. અહીં રોજ લગભગ પચાસેક કસ્ટમર્સ આવે છે. ૨૦૦૩માં હસબન્ડ રુડીના મૃત્યુ પછી તેમણે પતિનાં પુસ્તકોના ખજાનામાંથી લાઇબ્રેરી તૈયાર કરી છે. આ લાઇબ્રેરી પણ રોજ ખોલવામાં આવે છે. જે લોકો બારમાં આવે છે તેઓ ક્યારેક અહીંનાં પુસ્તકો વાંચવા લઈ જાય છે. આ લાઇબ્રેરીનું પણ બાકાયદા રજિસ્ટર અને સિસ્ટમ છે જે એલ્સી જાતે જ મૅનેજ કરે છે. રાત પડ્યે ગામ આખું શાંત થઈ જાય છે, પણ એલ્સીને એમાં કોઈ ભય નથી લાગતો. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 11:28 AM IST | Lincoln | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK