Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશમૂર્તિના વિસર્જન અને ભીડનિયંત્રણ માટે BMC ઇવેન્ટ પ્લાનરની મદદ લેશે

ગણેશમૂર્તિના વિસર્જન અને ભીડનિયંત્રણ માટે BMC ઇવેન્ટ પ્લાનરની મદદ લેશે

Published : 01 September, 2026 07:45 AM | IST | Mumbai
Eeshanpriya MS | feedbackgmd@mid-day.com

BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાળ ગણેશમૂર્તિઓના વિસર્જન માટે સ્ટીલની પ્લૅટો અને હોડીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન ગિરગામ ચોપાટી ખાતે અનંત ચતુર્દશીના વિસર્જન દિવસ માટે ખાસ ઇવેન્ટ મૅનેજમેન્ટ એજન્સીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એજન્સી ચોપાટી પર વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (VIP) બેઠક વ્યવસ્થા, રેડ કાર્પેટ, સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણીની સુવિધા અને મોટાં ગણેશ મંડળોનાં આગમન તથા વિસર્જનના લાઇન-અપનું વ્યવસ્થાપન સંભાળશે.

BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાળ ગણેશમૂર્તિઓના વિસર્જન માટે સ્ટીલની પ્લૅટો અને હોડીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરગામ ચોપાટી પર દર વર્ષે લાલબાગચા રાજા, ચિંતામણિ અને ગિરગાવચા રાજા સહિત ૭૦૦૦થી વધુ સાર્વજનિક મૂર્તિઓનું વિસર્જન થાય છે. આ કામગીરીને વધુ સુરક્ષિત બનાવવા માટે BMCએ લાઇફગાર્ડ્‌સ, પ્રોફેશનલ સ્કુબા ડાઇવર્સ અને ભીડ નિયંત્રણ માટે અલગથી ટેન્ડર બહાર પાડ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 07:45 AM IST | Mumbai | Eeshanpriya MS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK