Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફિનલૅન્ડમાં સુપરમાર્કેટમાં પિન્ક બાસ્કેટ લઈને ફરો, તો જીવનસાથી મળી જશે

ફિનલૅન્ડમાં સુપરમાર્કેટમાં પિન્ક બાસ્કેટ લઈને ફરો, તો જીવનસાથી મળી જશે

Published : 17 July, 2026 02:25 PM | IST | Helsinki
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ડેટિંગ માટેના ઑપ્શન્સ માત્ર ઑનલાઇન જ અવેલેબલ છે એવું ન માનતા. ફિનલૅન્ડમાં તમે કરિયાણું ખરીદતાં-ખરીદતાં પણ ડેટિંગ માટે પાર્ટનર શોધી શકો છો. સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગે, પણ આ હકીકત છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હવે ડેટિંગ માટેના ઑપ્શન્સ માત્ર ઑનલાઇન જ અવેલેબલ છે એવું ન માનતા. ફિનલૅન્ડમાં તમે કરિયાણું ખરીદતાં-ખરીદતાં પણ ડેટિંગ માટે પાર્ટનર શોધી શકો છો. સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગે, પણ આ હકીકત છે. અહીં કેટલાંક સુપરમાર્કેટ્સમાં ડેટિંગ સર્વિસ ચાલે છે. સ્ટોરમાં અલગ-અલગ રંગની બાસ્કેટ્સ મૂકવામાં આવી છે જે લઈને ગ્રાહકો સ્ટોરમાં ફરીને જરૂરી ચીજો એકઠી કરી શકે. અહીંનો ફન્ડા સિમ્પલ છે. જે વ્યક્તિ સિંગલ છે અને જીવનસાથીની શોધ કરી રહી હોય તેણે સુપરમાર્કેટમાં ફરતી વખતે પિન્ક બાસ્કેટ ઉઠાવીને ફરવાનું. જેના હાથમાં પિન્ક બાસ્કેટ હોય તે બીજા સાથે વાતચીત કરવા તૈયાર છે એવું સિગ્નલ મળે. ફિનિશ ભાષામાં આ કન્સેપ્ટને સિન્કુ કોરી કહેવાય છે. જેનો અર્થ થાય સિંગલ બાસ્કેટ. આ કોઈ ઑફિશ્યલ ડેટિંગ સર્વિસ નથી પણ એક સોશ્યલ એક્સપરિમેન્ટની જેમ શરૂ થયેલો આઇડિયા માત્ર છે. આજકાલ યુવાનો ડેટિંગ ઍપ્સ પર ચાલી રહેલાં જૂઠાણાંઓથી કંટાળ્યા છે એટલે નજર સામે રોજિંદા જીવનમાં વ્યક્તિ જેવી છે એવી જ જોવા મળે એ હેતુથી આ વિચાર લોકોને બહુ ગમ્યો છે. આ સુવિધા ફિનલૅન્ડના કેટલાક ચુનંદા સુપરસ્ટોર્સમાં જ ઉપલબ્ધ છે. આ કન્સેપ્ટનો હેતુ બાર-કલ્ચર અને કૉફી-કલ્ચર કરતાં અલગ પ્રકારનું ડેટિંગ-કલ્ચર વિકસાવવાનો છે. આને કારણે અનેક વાર રમૂજી દૃશ્યો પણ સર્જાયાં છે. કોઈક ભૂલથી પિન્ક બાસ્કેટ ઉપાડી લે ત્યારે સમજવામાં ગરબડ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 02:25 PM IST | Helsinki | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK