Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૃત બૉયફ્રેન્ડના અંતિમ સંસ્કાર કરવા માટે બે ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ હાથાપાઈ

મૃત બૉયફ્રેન્ડના અંતિમ સંસ્કાર કરવા માટે બે ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ હાથાપાઈ

Published : 16 April, 2026 03:06 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુરુષો એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્ડ્સ રાખતા હોય એવા કિસ્સા તો આપણે બહુ સાંભળ્યા. પોતાનો બૉયફ્રેન્ડ કે પતિ રંગેહાથ બીજા કોઈની સાથે પકડાય તો ધમાલ મચી જાય છે એવા કિસ્સાઓ પણ બહુ જોયા.

મૃત બૉયફ્રેન્ડના અંતિમ સંસ્કાર કરવા માટે બે ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ હાથાપાઈ

મૃત બૉયફ્રેન્ડના અંતિમ સંસ્કાર કરવા માટે બે ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ હાથાપાઈ


પુરુષો એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્ડ્સ રાખતા હોય એવા કિસ્સા તો આપણે બહુ સાંભળ્યા. પોતાનો બૉયફ્રેન્ડ કે પતિ રંગેહાથ બીજા કોઈની સાથે પકડાય તો ધમાલ મચી જાય છે એવા કિસ્સાઓ પણ બહુ જોયા. જોકે અમેરિકામાં એક ફ્યુનરલમાં મૃત યુવકની બે ગર્લફ્રેન્ડ્સ વચ્ચે અંતિમ સંસ્કાર માટે ઝઘડો થઈ ગયો. વાત એમ હતી કે તેમને ખબર નહોતી કે તેમનો બૉયફ્રેન્ડ એક જ છે. અંતિમ સંસ્કાર માટે યુવકના શરીરને કૉફિનમાં મૂકીને છેલ્લી ક્રિયાઓ થઈ રહી હતી ત્યારે બે યુવતીઓ પોતાના બૉયફ્રેન્ડને છેલ્લી વિદાય આપવા ત્યાં ભેગી થઈ ગઈ હતી. બૉયફ્રેન્ડના મૃત શરીર પાસે જ તેમને ખબર પડી કે બૉયફ્રેન્ડ તે બન્નેને ચીટ કરી રહ્યો હતો. જોકે આ ખુલાસા પછી પણ બન્ને જીદ પર મક્કમ રહી કે ગર્લફ્રેન્ડ તરીકે છેલ્લી ક્રિયાનો હક તો મારો જ છે. કૉફિનની ઉપર ચડીને બન્નેએ જે હાથાપાઈ કરી એ જોઈને ત્યાં હાજર લોકો બઘવાઈ ગયા. ઘડીક પહેલાંનું શોકમગ્ન વાતાવરણ અચાનક યુદ્ધના મેદાનમાં તબદીલ થઈ ગયું અને પરિવારજનો બન્ને છોકરીઓથી પોતાના દીકરાના કૉફિનને છોડાવવામાં લાગી પડ્યા. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 03:06 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK