રવિવારે વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત એક વિશાળકાય કેક કાપીને કરવામાં આવી હતી.
ગ્રૅન્ડ વેડિંગની કેક પણ તો આવી ગ્રૅન્ડ જ હોયને.
ભારતની આ વર્ષની વેડિંગ-સીઝનમાં સૌથી વધુ ચર્ચા છે ઉદયપુરમાં ૪ દિવસ ચાલેલા ‘વેડિંગ ઑફ ધ યર’ની. અમેરિકન બિઝનેસમૅન રાજુ રામલિંગમ મન્ટેનાની દીકરી નેત્રા અને ઇન્ડિયન-અમેરિકન ટેક-ઑન્ટ્રપ્રનર વામસી ગડીરાજુના હાઈ-પ્રોફાઇલ મૅરેજમાં દેશ-વિદેશની સેલિબ્રિટિઝ આવી હતી. પ્રખ્યાત જગમંદિર પૅલેસમાં રવિવારે આ લગ્ન સંપન્ન થયાં હતાં.
રવિવારે વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત એક વિશાળકાય કેક કાપીને કરવામાં આવી હતી. આ કેકનો આકાર વિરાટ મહેલ જેવો હતો, જાણે સંગેમરમરમાંથી બહુમાળી આકર્ષક ઇમારત ઊભી કરવામાં આવી હોય એવી સુંદરમજાની આ સ્પેશ્યલ કેક હતી. સ્વાભાવિક રીતે જે જોઈને થાય કે, હા ભાઈ હા, આવા ગ્રૅન્ડ વેડિંગની કેક પણ તો આવી ગ્રૅન્ડ જ હોયને.


