Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બીમાર પત્નીના મૃત્યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડ્યો, બન્નેની સાથે અર્થી ઊઠી

બીમાર પત્નીના મૃત્યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડ્યો, બન્નેની સાથે અર્થી ઊઠી

Published : 23 July, 2026 07:50 PM | IST | Auraiya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પત્નીના અંતિમ સંસ્કાર દરમિયાન પતિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું પણ મોત થયું. પરિવારજનોએ બંનેની એકસાથે અંતિમયાત્રા કાઢી અને એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરીને અનોખા પ્રેમની મિસાલ રજૂ કરી.

બીમાર પત્નીના મૃત્યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડ્યો

બીમાર પત્નીના મૃત્યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડ્યો


આજકાલ પતિ-પત્ની એકબીજાને મોતને ઘાટ ઉતારતા હોય એવા કિસ્સાઓ બહુ સાંભળવા મળે છે, જોકે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના મધાપુર ગામમાં પતિ-પત્નીના પ્રેમની મિસાલ કહેવાય એવી એક ઘટના ઘટી છે. પત્ની લાંબા સમયથી બીમાર હતી. એની સેવામાં પતિએ દિવસરાત એક કરી દીધાં હતાં. એમ છતાં પત્ની બચી ન શકી. પત્નીના અગ્નિસંસ્કાર કરવાના આવ્યા ત્યારે સુહાગણ સ્ત્રીના પાર્થિવ દેહને સોળ શણગાર સજાવીને માથામાં સિંદૂર પૂરવામાં આવ્યું હતું. જોકે સેંથામાં સિંદૂર પૂર્યું એ જ વખતે પતિને છાતીમાં જોરથી દુખાવો ઊપડ્યો. કોઈ કંઈ સમજી શકે અને ડૉક્ટર પાસે લઈ જવાય એ પહેલાં ત્યાં જ તેમણે પણ દમ તોડી દીધો. પરિવારજનોએ એ પછી બન્નેની એકસાથે અંતિમયાત્રા કાઢી હતી અને એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. 


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 07:50 PM IST | Auraiya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK