Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હનીમૂન પર પતિએ મા-બાપ અને ભાઈ-બહેનને પણ સાથે લીધાં, પત્ની છૂટાછેડા માટે કોર્ટ પહોંચી

હનીમૂન પર પતિએ મા-બાપ અને ભાઈ-બહેનને પણ સાથે લીધાં, પત્ની છૂટાછેડા માટે કોર્ટ પહોંચી

Published : 10 June, 2026 12:28 PM | IST | Meerut
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેરઠમાં એક નવપરિણીત યુગલે હનીમૂન દરમ્યાન એક ભૂલ કરી દીધી. દુલ્હાએ હનીમૂન પર પોતાના પરિવારને પણ સાથે લઈ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરઠમાં એક નવપરિણીત યુગલે હનીમૂન દરમ્યાન એક ભૂલ કરી દીધી. દુલ્હાએ હનીમૂન પર પોતાના પરિવારને પણ સાથે લઈ લીધો હતો. પોતાનાં સાસુ-સસરા અને નણંદ-દિયરને પણ હનીમૂન પર સાથે જોઈને નવપરિણીત પત્ની ભડકી ઊઠી. આ વાતનો ઝઘડો એટલો વધ્યો કે મામલો પારિવારિક પરામર્શ કેન્દ્રમાં પહોચ્યો. પત્નીનું કહેવું હતું કે હનીમૂન એ પતિ-પત્નીનો અંગત સમય હોય છે એવામાં પતિએ પોતાના પરિવારને સાથે રાખ્યો હોવાથી તેને સમય વિતાવવાનો મોકો જ ન મળ્યો. બીજી તરફ પતિનું કહેવું હતું કે આખા પરિવારને ખુશ રાખવા માટે તે બધાને સાથે લઈને ગયો હતો. પતિને જરાય એવું નહોતું લાગતું કે તેણે કંઈ ખોટું કર્યું છે. ત્રણ વાર કાઉન્સેલિંગ પછી પણ જ્યારે પતિ-પત્ની વચ્ચે સહમતી ન બની એટલે આખરે પત્નીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી નાખી.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 12:28 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK