આંદામાન-નિકોબારમાં શનિવારે રાધાનગર બીચ પર પાણીની નીચે દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો હતો
શનિવારે જ આ સફળતાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી હતી.
આંદામાન-નિકોબારમાં શનિવારે રાધાનગર બીચ પર પાણીની નીચે દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો હતો. ૬૦ બાય ૪૦ મીટરના આ વિશાળ તિરંગાને સ્વરાજ દ્વીપ (હૅવલૉક આઇલૅન્ડ)માં અનેક એજન્સીઓ અને તાલીમબદ્ધ ડાઇવરોની મદદથી સમુદ્રની નીચે પાણીમાં ગોઠવવામાં આવ્યો હતો. આંદામાન-નિકોબારની પોલીસ, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના કર્મચારીઓ અને અનુભવી સ્કૂબા ડાઇવિંગ એક્સપર્ટ્સની ટીમે મળીને પાણીની નીચે જાયન્ટ ઝંડો લહેરાવ્યો હતો. શનિવારે જ આ સફળતાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી હતી.
