Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફરીદાબાદના પોલીસ-સ્ટેશનમાં ઇન્ટર્ને ૩૨ હથિયારો ચોરીને ૩ રાજ્યોમાં વેચી દીધાં

ફરીદાબાદના પોલીસ-સ્ટેશનમાં ઇન્ટર્ને ૩૨ હથિયારો ચોરીને ૩ રાજ્યોમાં વેચી દીધાં

Published : 29 June, 2026 11:34 AM | IST | Faridabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હથિયારો તેણે તેના પિતરાઈ વિપિન મારફત રાજસ્થાનના તિજારાના રહેવાસી સંજય સુનરિયાને મોકલી દીધાં હતાં

મોનુ

અજબ ગજબ

મોનુ


ફરીદાબાદના સેક્ટર ૮ પોલીસ-સ્ટેશનમાં ઇન્ટર્ન તરીકે કામ કરતા મોનુ નામના એક ITI વિદ્યાર્થીએ ૨૦૨૫ના ઑક્ટોબરથી ૨૦૨૬ના એપ્રિલ સુધીના માત્ર ૭ મહિનામાં પોલીસ-સ્ટેશનની આર્મરીમાંથી ૩૨ લાઇસન્સપ્રાપ્ત હથિયારો ચોરીને હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વેચી દીધાં હતાં. પોલીસે મોનુ અને તેની ગર્લફ્રેન્ડ સહિત ૨૦ લોકોની ધરપકડ કરી હતી અને ચોરાયેલાં બધાં હથિયારો પણ જપ્ત કર્યાં હતાં. મોનુ પાસેથી એક લાખ રૂપિયા પણ મળી આવ્યા છે. આ કેસમાં એક પોલીસ-અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની સામે ડિપાર્ટમેન્ટલ તપાસ ચાલી રહી છે. મોનુ કમ્પ્યુટર ડિપ્લોમા કરી રહ્યો હતો અને તેને પોલીસ-સ્ટેશનમાં કમ્પ્યુટર સંબંધિત કામ સોંપવામાં આવ્યું હતું. આ હથિયારો તેણે તેના પિતરાઈ વિપિન મારફત રાજસ્થાનના તિજારાના રહેવાસી સંજય સુનરિયાને મોકલી દીધાં હતાં અને ત્યાંથી આ હથિયારો ૩ રાજ્યોમાં લાખોના ભાવે વેચવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 11:34 AM IST | Faridabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK