Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કારની પેટ્રોલની ટાંકી હતી ૪૫ લીટરની, પણ પેટ્રોલ-પમ્પે ભરી દીધું બાવન લીટર પેટ્રોલ

કારની પેટ્રોલની ટાંકી હતી ૪૫ લીટરની, પણ પેટ્રોલ-પમ્પે ભરી દીધું બાવન લીટર પેટ્રોલ

Published : 01 June, 2026 02:26 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાત વણસતાં ચરણસિંહે પેટ્રોલ-પમ્પ પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


એક તરફ ફ્યુઅલના ભાવ વધી ગયા છે અને પેટ્રોલ-પમ્પવાળાઓ ગ્રાહકો સાથે છેતરપિંડીના વિકલ્પો શોધીને તેમને વધુ લૂંટી રહ્યા છે. કાનપુરમાં એક પેટ્રોલ-પમ્પ પર આવો જ મામલો સામે આવ્યો. ચરણસિંહ નામના એક ભાઈ પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા ગયા. તેમણે પેટ્રોલ-પમ્પવાળાને ટાંકી ફુલ કરવાનું કહ્યું હતું. તેમણે નવીનકોર કાર ખરીદી હતી અને કંપનીએ પહેલેથી કારમાં પાંચ લીટર પેટ્રોલ ભરી આપ્યું હતું. જોકે એ પછી પણ પેટ્રોલ-પમ્પવાળાએ એ કારમાં બાવન લીટર પેટ્રોલ ભરી નાખ્યું. હવે જ્યારે પેટ્રોલની ટાંકી જ ૪૫ લીટરની હોય અને એમાં પાંચ લીટર પેટ્રોલ ઑલરેડી હોય તો ક્યાંથી બાવન લીટર પેટ્રોલ એમાં ભરાય? 

ચરણસિંહે પમ્પના મૅનેજરને ફરિયાદ કરી અને આવું કઈ રીતે થયું એની તપાસ કરવા કહ્યું તો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. ચરણસિંહે જ્યાંથી કાર લીધી હતી એ કંપનીના માણસને ત્યાં બોલાવ્યો. તેણે જ્યારે કહ્યું કે એમાં ટાંકી જ ૪૫ લીટરની છે તો તમે વધારાનું પેટ્રોલ ક્યાં નાખ્યું? વાત વણસતાં ચરણસિંહે પેટ્રોલ-પમ્પ પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 02:26 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK