ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય કરવામાં આવે છે. આ વખતે મોરબીના શક્તિ ચોક ગરબી મંડળે પહેલી વાર થય્યમ ગરબા ડાન્સ યોજ્યો હતો. ‘કાંતારા’ ફિલ્મથી દેશભરમાં પણ થય્યમ ડાન્સ ફેમસ થયો છે.
ગરબા સાથે કેરલમનો થય્યમ ડાન્સ
ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય કરવામાં આવે છે. આ વખતે મોરબીના શક્તિ ચોક ગરબી મંડળે પહેલી વાર થય્યમ ગરબા ડાન્સ યોજ્યો હતો. ‘કાંતારા’ ફિલ્મથી દેશભરમાં પણ થય્યમ ડાન્સ ફેમસ થયો છે. એ કેરલમનો સાંસ્કૃતિક ડાન્સ છે. આ મંડળમાં એક કલાકારે થય્યમ ડાન્સના કૉસ્ચ્યુમમાં પર્ફોર્મ કર્યું હતું. એમાં કલાકારે કપડાંની સાથે મશાલો લગાવીને ગરબા કર્યા હતા. ગરબા અને થય્યમના આ અનોખા સમન્વયને જોવા માટે સેંકડોની સંખ્યામાં લોકો ઊમટ્યા હતા.
