ખાવાની ડિશોને એવી સજાવવામાં આવી છે કે એ જીવતાં-જાગતાં શિલ્પો જેવી લાગે છે
સજાવટ એટલી સુંદર ક્યુટ પ્રાણીઓના શેપમાં કરે છે કે જોતા જ રહેવાનું મન થાય
મિન ક્યુન્ગ-જિન નામના કોરિયન કલીનરી આર્ટિસ્ટને ખાવાનું બનાવવાનો શોખ તો છે જ, પણ તેમની પાસે જે કળાત્મક રજૂઆત કરવાની ક્ષમતા છે એ કાબિલેદાદ છે. મોમોઝ હોય કે સાદો રાઇસ, મિનભાઈ એની સજાવટ એટલી સુંદર ક્યુટ પ્રાણીઓના શેપમાં કરે છે કે જોતા જ રહેવાનું મન થાય. કોબીનાં પત્તાં ઓઢીને બેઠેલું ગલૂડિયું હોય કે ભેંસ, રાઇસને નાના પપીની જેમ ગોઠવીને એના પર પૂડલાને ચાદરની જેમ ઓઢાડી દેતી ડિશ હોય કે પછી ચકલીઓ જેવા શેપનાં ડમ્પલિંગ્સ, એને ફૂડ-ડિશ છે કે આર્ટ એ કહેવું મુશ્કેલ પડી જાય એમ છે.


