Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવાળીનો પ્રસાદ ન મળ્યો તો વિદ્યાર્થીઓએ બનાવી દીધી લડ્ડુ જનતા પાર્ટી

દિવાળીનો પ્રસાદ ન મળ્યો તો વિદ્યાર્થીઓએ બનાવી દીધી લડ્ડુ જનતા પાર્ટી

Published : 07 November, 2026 03:24 PM | Modified : 07 November, 2026 04:04 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર ‘લડ્ડુ જનતા પાર્ટી’નું અકાઉન્ટ બનાવીને જાતજાતની પોસ્ટ મૂકવાની શરૂ કરી દીધી હતી. કોચિંગ ક્લાસવાળાએ આખરે ગુરુવારે સાંજે વિદ્યાર્થીઓને લાડુ વહેંવાનું શરૂ કરી દીધું હતું.

લાડુ માટે લડાઈ

અજબ ગજબ

લાડુ માટે લડાઈ


રાજસ્થાનના કોટામાં દિવાળી પર લાડુ ન મળતાં કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ મીઠાઈ મેળવવા માટે પોતાની અલગ પાર્ટી બનાવીને પ્રદર્શન કર્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને રીતસરનું કૅમ્પેઇન પણ શરૂ કર્યું હતું. એટલું જ નહીં, બે દિવસ સુધી અલગ-અલગ બ્રાન્ચની બહાર નારાબાજી પણ કરી. આ વિદ્યાર્થીઓનું કહેવું હતું કે દર વર્ષે કોચિંગ ક્લાસમાંથી દિવાળીની રજાઓના ૩-૪ દિવસ પહેલાં તેમને લાડુ મળી જતા હતા. આ વખતે પાંચ નવેમ્બરથી રજાઓ શરૂ થઈ હતી, પરંતુ તેમને લાડુ મળ્યા નહોતા. વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર ‘લડ્ડુ જનતા પાર્ટી’નું અકાઉન્ટ બનાવીને જાતજાતની પોસ્ટ મૂકવાની શરૂ કરી દીધી હતી. કોચિંગ ક્લાસવાળાએ આખરે ગુરુવારે સાંજે વિદ્યાર્થીઓને લાડુ વહેંવાનું શરૂ કરી દીધું હતું. ક્લાસવાળાઓનું કહેવું હતું કે આ વખતે અચાનક મીઠાઈની ડિમાન્ડ વધી ગઈ હોવાથી હલવાઈએ સમયસર લાડુ ન ડિલિવર કર્યા હોવાથી મોડું થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 04:04 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK