° °

આજનું ઇ-પેપર
Thursday, 27 January, 2022


સિંહ રમ્યો રસ્સીખેંચની રમત

01 December, 2021 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ રમત જીતવા માટે એણે દોરડાને એક ઝાડ સાથે વીંટાળવાનો પ્રયત્ન કર્યો. જીપ આગળ વધવા માંડી તો પણ સિંહ દોરડાને છોડવા તૈયાર નહોતો. એ પણ દોરડા સાથે ઢસડાતો હતો.

સિંહ રમ્યો રસ્સીખેંચની રમત

સિંહ રમ્યો રસ્સીખેંચની રમત

તાજેતરમાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં જંગલનો રાજા સિંહ એક ટૂર-ગાઇડ સાથે રસ્સીખેંચની રમત રમી રહ્યો છે. આ મજેદાર ઘટના સાઉથ આફ્રિકાના જંગલમાં ૧૮ નવેમ્બરે બની છે. જાણે કોઈ મોટી બિલાડી એક રમકડા સાથે રમતી હોય એવી એ ઘટના હતી. ટૂર-ગાઇડ સલિન્ડાને તેના સહ-કર્મચારીઓએ સિંહ આસપાસ ફરી રહ્યા હોવાની સૂચના આપી હતી છતાં પ્રવાસીઓને સિંહ નજીકથી જોવા મળે એ માટે તે પોતાની જીપ ત્યાં લઈ ગયો. જોકે ત્યાં તેની જીપ મેદાનમાં ફસાઈ જતાં દોરડા વડે એને બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો એટલામાં ત્યાં એક સિંહ આવી ગયો અને એ દોરડાના એક છેડાને પોતાના મોઢામાં લઈને ખેંચવા લાગ્યો. આ રમત જીતવા માટે એણે દોરડાને એક ઝાડ સાથે વીંટાળવાનો પ્રયત્ન કર્યો. જીપ આગળ વધવા માંડી તો પણ સિંહ દોરડાને છોડવા તૈયાર નહોતો. એ પણ દોરડા સાથે ઢસડાતો હતો. છેલ્લાં ૧૯ વર્ષથી ટૂર-ગાઇડ તરીકે કામ કરનાર સલિન્ડાએ આવો અનુભવ ક્યારેય કર્યો નહોતો. જો સિંહને આ જ રીતે દોરડામાં રસ પડશે તો એ જીપની વધુ ને વધુ નજીક આવશે. વળી એ વીફર્યો તો પ્રવાસીઓ માટે પણ ચિંતાજનક વાત હશે. આખરે આ રસ્સીખેંચની રમતનો અચાનક અંત આવ્યો હતો, કારણ કે નજીકથી સિંહણનું ટોળું ત્યાંથી પસાર થતું હતું એ જોઈને સિંહે મોઢામાં પકડી રાખેલું દોરડું છોડી દઈને એમની સાથે જોડાઈ ગયો હતો.

01 December, 2021 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ડેરડેવિલ ડ્રાઇવર ખરેખર છે ખતરોં કા ખિલાડી

સોશ્યલ મીડિયા પર અત્યારે એક ડેરડેવિલ ડ્રાઇવરનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે

26 January, 2022 09:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ માણસ જીવતો રહ્યો એ જ ચમત્કાર

એક વ્યક્તિ કાર્ગો પ્લેનના વ્હીલ-સેક્શનમાં ઘૂસી ગયો હતો

26 January, 2022 09:06 IST | Amsterdam | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

શાર્ક ડાઇવરને કોળિયો જ કરી જાત

શાર્કની એક ઝલક જોવા માટે મેક્સિકોના ગુઆડાલુપ ટાપુના શાર્ક ભરેલા પાણીમાં ઊતરેલા બે ડાઇવર્સનો અનુભવ એક વિડિયોમાં ઝડપાયો છે

26 January, 2022 09:02 IST | Mexico | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK