SYLLA SYL-X1 મૉડલને બનાવવામાં લગભગ ૯ મહિનાનો સમય લાગ્યો હતો અને વિશ્વભરમાં અન્ય ઍર ટૅક્સી પ્રોજેક્ટ્સ કરતાં એનો ખર્ચ ઓછો થયો છે.
પ્રતીકાત્મક તસવીર
ઍર ટૅક્સી સર્વિસની વધતી જતી જરૂરિયાત વચ્ચે હવે ભારતમાં ઇતિહાસ રચાઈ શકે એમ છે. શહેરી રસ્તાઓ પર વધતી જતી ભીડ અને ટ્રાફિક જૅમના કારણે ઍર ટૅક્સીઓ એક અનુકૂળ વિકલ્પ આપશે. ઍરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશન નામની કંપનીએ એની ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઑફ અને લૅન્ડિંગ (eVTOL) ઍર ટૅક્સીના હાફ સ્કેલ ઇલેક્ટ્રિક વર્ટિકલ મૉડલ SYLLA SYL-X1નું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ઍર ટૅક્સીમાં એકસાથે છ જણ પ્રવાસ કરી શકશે.
દિલ્હી, મુંબઈ કે બૅન્ગલોરમાં ઑફિસ જવા માટે લોકોને ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ એ થોડા સમય બાદ ભૂતકાળની વાત બનશે. ઍરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશને ઊડતી ટૅક્સીઓના સ્વપ્ન સાથે એના પ્રથમ ઍર ટૅક્સી પ્રોગ્રામનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ૨૦૨૮ સુધીમાં સ્થાનિક મુસાફરી માટે ઇલેક્ટ્રિક ઍર ટૅક્સીઓ શરૂ કરવાની યોજના સાથે સરલા એવિએશન ઝડપથી આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
SYLLA SYL-X1 મૉડલને બનાવવામાં લગભગ ૯ મહિનાનો સમય લાગ્યો હતો અને વિશ્વભરમાં અન્ય ઍર ટૅક્સી પ્રોજેક્ટ્સ કરતાં એનો ખર્ચ ઓછો થયો છે.
આ બહેને ધરમપાજીને આપી ડિલિશ્યસ અંજલિ

બૅન્ગલોરમાં એકાવનમું ઍન્યુઅલ કેક એક્ઝિબિશન ચાલી રહ્યું છે અને એમાં અવનવી કેકનો આનંદ માણવા ફૂડ-લવર્સ અને ખાસ તો કેકપ્રેમીઓ ભેગા થયા છે. આ એક્ઝિબિશનમાં એક મહિલાએ ધર્મેન્દ્રને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ધર્મેન્દ્રના દેખાવ અને કૅરૅક્ટરને ધ્યાનમાં રાખીને એક વિશાળ કેક બનાવી હતી જેમાં ધર્મેન્દ્રની ફિલ્મોનાં પોસ્ટર અને અમુક આઇકૉનિક સીન્સને આવરી લીધાં હતાં.


