Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા બે કેદીઓનાં થયાં ધામધૂમથી લગ્ન

જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા બે કેદીઓનાં થયાં ધામધૂમથી લગ્ન

Published : 23 July, 2026 07:44 PM | IST | Mandore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનની મંડોર ઓપન જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓએ હાઈકોર્ટની મંજૂરી બાદ લગ્ન કર્યા. ખેતી દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. જેલ પ્રશાસને પરિવારજનોની હાજરીમાં ધામધૂમથી લગ્ન યોજીને પુનર્વસનનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા બે કેદીઓનાં થયાં ધામધૂમથી લગ્ન

જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા બે કેદીઓનાં થયાં ધામધૂમથી લગ્ન


રાજસ્થાનના નાગોરના ૩૩ વર્ષના મૂલારામ ભાટીને તેમની પાડોશણની હત્યાના ગુનાસર આજીવન જેલની સજા થઈ હતી. બીજી તરફ મુંબઈની ૩૧ વર્ષની સીમાને પતિને મારી નાખવાના ગુનાસર આજીવન કેદ થઈ હતી. બન્નેની વર્તણૂક સારી હોવાથી તેમને રાજસ્થાનના મંડોરમાં આવેલી ઓપન જેલમાં રાખવામાં આવ્યાં હતાં. બન્ને જણ ખેતીનું કામ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેમણે આજીવન કારાવાસમાં જ રહેવાનું હોવાથી તેમણે ઓપન જેલમાં લગ્ન કરીને સાથે જીવવા માટે કોર્ટમાં અરજી કરી. હાઈ કોર્ટે ગુનેગારોના સુધાર અને રીહૅબિલિટેશનને ધ્યાનમાં રાખીને બે કેદીઓ વચ્ચે લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઓપન જેલ પ્રશાસને તેમનાં ધામધૂમથી લગ્ન કરાવી આપ્યાં હતાં. સીમાનું કન્યાદાન જેલમાં રહેતી તેની બહેનપણીના પિતાએ કર્યું અને લગ્નની કંકોતરીમાં પણ સીમાના પિતાની જગ્યાએ બહેનપણીના પિતાનું નામ લખવામાં આવ્યું હતું. લગ્નમાં બન્ને પક્ષનાં સગાંસંબંધીઓ પણ ઓપન જેલમાં થયેલાં લગ્નમાં હાજર રહ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 07:44 PM IST | Mandore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK