દીકરાના પિતાના આ ઉદાહરણરૂપ પગલાની હાજર તમામ લોકોએ ખૂબ સરાહના કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાં આકર્ષ પાઠક નામના યુવાનનાં પાંચમી ફેબ્રુઆરીએ લગ્ન હતાં. કન્યાદાનની રસમ પૂરી થઈ એ દરમ્યાન કન્યા અનિક્ષાના પિતા વિનોદ ઉપાધ્યાયે પરંપરા અનુસાર દુલ્હાને શુકનની રકમ આપી હતી. જોકે આ રકમ ૫૧ લાખ રૂપિયા જેટલી હતી. એ જોઈને દુલ્હાના પિતા અનોજ પાઠક ઊઠ્યા અને તેમણે માત્ર એક રૂપિયો અને નારિયેળ સ્વીકારીને બાકીની રકમ સન્માનપૂર્વક પાછી આપી દીધી. અનોજ પાઠકે કહ્યું કે તેઓ દીકરાનાં લગ્ન કોઈ આર્થિક લેવડદેવડ માટે નહીં પરંતુ સંસ્કાર-સન્માન અને મજબૂત સંબંધો માટે કરી રહ્યા છે; વહુ ખુદ જ લક્ષ્મીનું સ્વરૂપ હોય છે એટલે વિવાહમાં ધન નહીં, ભાવનાનું મૂલ્ય વધુ હોય. દીકરાના પિતાના આ ઉદાહરણરૂપ પગલાની હાજર તમામ લોકોએ ખૂબ સરાહના કરી હતી.


