હવે આટલીબધી તસવીરોનું શું કરવાનું?
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભાગ્યે જ એવું બને કે તમે ફ્લાઇટમાં ચડો ત્યારે એમાં સફર કરનાર મુસાફર માત્ર તમે એક જ હો. અને હા, એ તમે હાયર કરેલી ચાર્ટર્ડ ફ્લાઇટ નહીં પરંતુ કમર્શિયલ ફ્લાઇટ હોય તો અચરજ તો થાય જને? થોડા સમય પહેલાં એક ભાઈને આવો અનુભવ થયો. ફ્લાઇટમાં ચડ્યા અને પોતાનો સીટ-નંબર જોઈને બેઠા પછી ખબર પડી કે તેઓ એકમાત્ર મુસાફર જ છે. આખી ફ્લાઇટમાં તે એકલો જ છે એ વિચારે ભાઈ એકદમ એક્સાઇટેડ થઈ ગયા. ફ્લાઇટ ટેકઑફ થઈ એ પછી તેમણે શરૂ કર્યો એક પ્રયોગ. ઍર-હોસ્ટેસની મદદ લઈને તેમણે વિમાનની દરેક સીટ પર અલગ-અલગ પોઝિશનમાં બેસીને તસવીરો પડાવી. હવે આટલીબધી તસવીરોનું શું કરવાનું? તો તેમણે તમામ તસવીરોને ભેગી કરીને ફોટોશૉપમાં એક ઇમેજ ક્રીએટ કરી જે એવો અભાસ કરાવે કે આખું પ્લેન ફુલ છે. અલગ-અલગ પોઝમાં એક જ પૅસેન્જર આખી ફ્લાઇટમાં છવાઈ ગયો. આ ભાઈએ પોતાનું નામ જાહેર કર્યા વિના સોશ્યલ મીડિયા પર પોતાની આ ક્રીએટિવિટી શૅર કરી છે.
