વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતમાં ટૅલન્ટની કમી નથી, એક-એકથી ચડિયાતાં ભેજાં અહીં મળી આવે છે. હાલમાં બાઇકમાં ફિટ કરાયેલી ઑટોમેટેડ ટેલર મશીન (ATM) જેવી સિસ્ટમથી કોલ્ડ ડ્રિન્ક મળે એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં એક માણસ રસ્તા પર બાઇક લઈને ઊભેલો જોવા મળે છે. તેણે હેડલાઇટવાળા વિસ્તારને ATM મશીન જેવું બનાવી દીધું છે. ત્યાર બાદ આ માણસ મશીનના સ્લૉટમાં તેનું ડેબિટ કાર્ડ નાખે છે અને વેન્ડિંગ મશીન પર આવે એવાં બટન હેડલાઇટના ઉપરના ભાગમાં દબાવે છે. ત્યાર બાદ તે હાથમાં ગ્લાસ લે છે અને મશીનમાંથી પાઇપ દ્વારા કોલ્ડ ડ્રિન્ક આવે છે અને તે પીએ છે. લોકો વિચારમાં પડી જાય છે કે આ કેવી રીતે શક્ય છે, પણ આ વિડિયો જોરદાર વાઇરલ થયો છે.
આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર sirswal.sanjay નામના અકાઉન્ટથી શૅર કરવામાં આવ્યો છે અને એ ભારે પૉપ્યુલર થયો છે. આ વિડિયો જોઈને લોકો કમેન્ટમાં લખે છે કે આ આવિષ્કાર ભારતની બહાર ન જવો જોઈએ. કેટલાક લોકો પૂછે છે કે ભાઈ ATM કઈ કંપનીનું છે.