આ રિયલ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કે એડિટિંગ ફિલ્ટરમાં આવતા પૉર્ટ્રેટ ઑપ્શનની કમાલ?
મેંદી
વધારે ચર્ચા અક્ષય ખન્નાની થઈ છે. બૉલીવુડમાં તેના બદલાઈ ગયેલા ઍટિટ્યુડની ગપસપ હૉટ ટૉપિક છે તો બીજી તરફ તેનો ‘ધુરંધર’ લુક હજી આઉટ ઑફ ટ્રેન્ડ જવાનું નામ નથી લેતો. રહમાન ડકૈતનો ડૅશિંગ લુક અને ક્લાસી ડાન્સની રીલ્સ જેટલી વાઇરલ થઈ છે એટલી જ તેના લુક પરથી જાતભાતની આર્ટ તૈયાર કરવાના અખતરા ચાલી રહ્યા છે. ટ્રેન્ડિંગ હૅશટૅગનો લાભ લેવાનું ચુકાઈ ન જવાય એટલા માટે ઑનલાઇન આર્ટિસ્ટ્સ પણ રહમાન ડકૈતના લુકમાં પેન્સિલ-આર્ટથી લઈને મેંદી-આર્ટ સુધીના નમૂના ઇન્ટરનેટના સમુદ્રમાં વહેતા મૂકી રહ્યા છે. આવો જ એક મેંદી-આર્ટનો નમૂનો વાઇરલ થયો છે, જેમાં એક મેંદી-આર્ટિસ્ટે રહમાન ડકૈત એટલે કે અક્ષય ખન્નાના ‘ધુરંધર’નો લુક હાથ પર મેંદીથી ડિઝાઇન કર્યો હોવાનું દેખાય છે. જોકે આ વાઇરલ પોસ્ટ પર કમેન્ટ્સનો જે મારો થયો છે એમાં ઘણાબધા લોકોએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આર્ટિસ્ટ મૅડમ, આ રિયલ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કે એડિટિંગ ફિલ્ટરમાં આવતા પૉર્ટ્રેટ ઑપ્શનની કમાલ? એ જે હોય તે, મધ્ય પ્રદેશના છિંદવાડાની પ્રિયા નામની આ આર્ટિસ્ટે એક


