Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જૂતું દોડાવીને નેધરલૅન્ડ્સના ડ્રાઇવરે કર્યો રેકૉર્ડ

૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જૂતું દોડાવીને નેધરલૅન્ડ્સના ડ્રાઇવરે કર્યો રેકૉર્ડ

Published : 25 August, 2026 04:46 PM | IST | Amsterdam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેધરલૅન્ડ્સના ટીવી-હોસ્ટ ક્લાસ વૅન ક્રુઇસ્ટમ અને તેમની ટીમે લાકડા, પૉલિએસ્ટર તથા ફાઇબર ગ્લાસથી શૂના આકારની અનોખી કાર બનાવી હતી. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવીને આ કારે વિશ્વવિક્રમ બનાવ્યો.

૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જૂતું દોડાવીને નેધરલૅન્ડ્સના ડ્રાઇવરે કર્યો રેકૉર્ડ

૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જૂતું દોડાવીને નેધરલૅન્ડ્સના ડ્રાઇવરે કર્યો રેકૉર્ડ


ભારતમાં અલગ-અલગ શેપની કાર બનાવનારા ડિઝાઇનર સુધાકર બહુ જાણીતા છે. જોકે નેધરલૅન્ડ્સમાં એક ભાઈ આવી અળવીતરા શેપની ગાડીઓ ફુલ સ્પીડમાં દોડાવવાના શોખીન છે. ટીવી-હોસ્ટ ક્લાસ વૅન ક્રુઇસ્ટમ અને તેમની ટીમે શૂ શેપની એક કાર બનાવી છે. આ માટે તેમણે લાકડામાંથી બહારનો ઢાંચો બનાવ્યો હતો. એમાં ગો-કાર્ટમાં વપરાય એવી મોટર બેસાડવામાં આવી હતી. એના પર પૉલિએસ્ટર અને ફાઇબર ગ્લાસનું કોટિંગ કરીને શૂના શેપની કારનું બૉડી બનાવવામાં આવ્યું હતું. નેધરલૅન્ડ્સના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ક્લાસે આ કારને ૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી હતી અને શૂ શેપની કારને સૌથી ઝડપથી દોડાવવાનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 04:46 PM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK