Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કસ્ટડી પતિને મળે એમ હતી એટલે માએ ૧૧ મહિનાના દીકરાને પતાવી નાખ્યો

કસ્ટડી પતિને મળે એમ હતી એટલે માએ ૧૧ મહિનાના દીકરાને પતાવી નાખ્યો

Published : 30 August, 2026 12:24 PM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ મેક્સિકોમાં ૩૬ વર્ષની મહિલાએ પતિને બાળકની કસ્ટડી ન આપવી પડે એ માટે પોતાના ૧૧ મહિનાના દીકરાની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસ પહોંચતાં તેણે પોતાને પણ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો.

કસ્ટડી પતિને મળે એમ હતી એટલે માએ ૧૧ મહિનાના દીકરાને પતાવી નાખ્યો

કસ્ટડી પતિને મળે એમ હતી એટલે માએ ૧૧ મહિનાના દીકરાને પતાવી નાખ્યો


ન્યુ મેક્સિકોના સિલ્વર સિટીમાં એક મહિલાએ પતિ સાથે બદલો લેવા માટે ક્રૂરતાની તમામ હદો પાર કરી લીધી. ૩૬ વર્ષની મેડલિન વૅરોનિક નામની મહિલાને તેના જ ૧૧ મહિનાના દીકરાની હત્યા માટે પકડવામાં આવી છે. તેના પર એવો આરોપ છે કે તેણે દીકરાની કસ્ટડી પતિને ન આપવી પડે એ માટે દીકરાની હત્યા કરી હતી. કોર્ટે ટેમ્પરરીધોરણે દીકરાની કસ્ટડી પિતાને આપી હતી. આ વાતે ગુસ્સે ભરાયેલી મેડલિને પતિના ઘરેથી દીકરાનું અપહરણ કર્યું અને પછી દીકરાને લઈને ભાગી ગઈ હતી. જ્યારે પોલીસને બાળક ગાયબ થયું હોવાની ખબર પડી તો સૌથી પહેલી શંકા તેની મા પર ગઈ. પોલીસે મહિલાના ઘરે જઈને કસ્ટડી માગી પણ મહિલાએ દરવાજો જ ન ખોલ્યો. પોલીસે ધમકી આપી કે જો દરવાજો નહીં ખોલવામાં આવે તો તોડી નાખીશું. જોકે એ પછી થોડી વારમાં બંદૂકની ગોળી ચાલવાનો અવાજ આવ્યો હતો. પોલીસને પહેલાં લાગ્યું કે કદાચ મહિલાએ ખુદને ઇન્જર્ડ કરવાની કોશિશ કરી હશે, પરંતુ મામલો જુદો જ હતો. તેણે દીકરાને એના ચહેરા પર જ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તરત જ પોલીસ દરવાજો તોડીને અંદર ઘૂસી તો મહિલા પોતાને ગોળી મારવાની કોશિશ કરી રહી હતી. મેડલિને કબૂલી લીધું હતું કે તેણે દીકરાને પાશવી પિતાની ચુંગાલમાંથી બચાવવા માટે આમ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 12:24 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK