એક પિન્ક ફ્લૅમિંગો ગઈ કાલે ફ્રાન્સના મૉન્ટપેલિયર શહેરમાં સમુદ્રના કિનારા પર આવી ગયેલાં અસંખ્ય ફ્લૅમિંગોમાં આકર્ષણનું કેન્દ્ર હતું
તસવીરઃ એ.એફ.પી.
ફ્રાન્સમાં ફ્લૅમિંગો નામના દરિયાઈ પક્ષીની બહુ મોટી વસ્તી છે. ફ્લૅમિંગોનાં બચ્ચાં ગ્રે અથવા વાઇટ રંગનાં હોય છે, પરંતુ જન્મ પછીનાં બે વર્ષમાં એનો રંગ બદલાઈને ગુલાબી થઈ જાય છે. આવું જ એક પિન્ક ફ્લૅમિંગો ગઈ કાલે ફ્રાન્સના મૉન્ટપેલિયર શહેરમાં સમુદ્રના કિનારા પર આવી ગયેલાં અસંખ્ય ફ્લૅમિંગોમાં આકર્ષણનું કેન્દ્ર હતું. થોડા દિવસ પહેલાં ફ્રાન્સમાં એક વિશાળ દરિયા કિનારા પાસે પ્રવાસીઓને ૫૦,૦૦૦ જેટલાં પિન્ક ફ્લૅમિંગો એકત્રિત થયેલાં જોવા મળ્યાં હતાં.

