એક્વડૉરના એક ચર્ચમાં માસ પ્રેયર ચાલી રહી હતી ત્યારે પાદરીની ઉપર મૂકવામાં આવેલા ઈશુ ખ્રિસ્તના લાકડાનો ક્રૉસ તૂટીને નીચે પડ્યો હતો અને પાદરીના માથે જ પડ્યો હતો. આ પ્રાર્થનાનું લાઇવ-સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું.
પ્રેયર દરમિયાન ક્રૉસ પડતાં પાદરીનું મોત
એક્વડૉરના એક ચર્ચમાં માસ પ્રેયર ચાલી રહી હતી ત્યારે પાદરીની ઉપર મૂકવામાં આવેલા ઈશુ ખ્રિસ્તના લાકડાનો ક્રૉસ તૂટીને નીચે પડ્યો હતો અને પાદરીના માથે જ પડ્યો હતો. આ પ્રાર્થનાનું લાઇવ-સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું એટલે એ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિયોમાં જોવા મળે છે કે પાદરી પ્રાર્થનામાં મગ્ન છે અને અચાનક જ ખાસ્સે ઊંચે મૂકવામાં આવેલો લાકડાનો ક્રૉસ તૂટીને ડાયરેક્ટ પાદરી પર જ પડે છે. ઘટના એટલી અચાનક અને ભયાવહ હતી કે પાદરી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
