Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગરની કાર પર ફાયરિંગ બાદ મમ્મી આયેશા શ્રોફે કહ્યું - ગૉડ ઇઝ ગ્રેટ

ટાઇગરની કાર પર ફાયરિંગ બાદ મમ્મી આયેશા શ્રોફે કહ્યું - ગૉડ ઇઝ ગ્રેટ

Published : 20 October, 2026 08:56 AM | Modified : 20 October, 2026 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે સાંજે બનેલી આ ઘટના બાદ ટાઇગરની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ દરમ્યાન ટાઇગરની મમ્મી આયેશા શ્રોફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.

ટાઇગરની કાર પર ફાયરિંગ બાદ મમ્મી આયેશા શ્રોફે કહ્યું કે ગૉડ ઇઝ ગ્રેટ

ટાઇગરની કાર પર ફાયરિંગ બાદ મમ્મી આયેશા શ્રોફે કહ્યું કે ગૉડ ઇઝ ગ્રેટ


ટાઇગર શ્રોફ પર જુહુ વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનાએ તેના પરિવાર અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. રવિવારે સાંજે બનેલી આ ઘટના બાદ ટાઇગરની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ દરમ્યાન ટાઇગરની મમ્મી આયેશા શ્રોફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. દીકરા પર થયેલી ફાયરિંગની ઘટના વિશે વાત કરતાં આયેશાએ કહ્યું હતું કે ‘ગૉડ ઇઝ ગ્રેટ.’ 
તેણે સ્વીકાર્યું હતું કે આ ઘટનાને કારણે પરિવારના સભ્યો ખૂબ જ ગભરાઈ ગયા હતા.

સલમાન ખાન અને ટાઇગર શ્રોફ વચ્ચે છે ગાઢ ફેમિલી-કનેક્શન



ટાઇગર શ્રોફ પર રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં હુમલો થયો હતો. આ પછી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલા લોકોએ આ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો છે. આ ગૅન્ગ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચૂકી છે. ટાઇગર પર થયેલા આ હુમલા પાછળ તેની સલમાન ખાન સાથેની નિકટતા અને ગાઢ 
ફેમિલી-કનેક્શન હોવાની ચર્ચા છે. 


સલમાને જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ નહોતું કર્યું ત્યારે તે ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. એ સમયે ટાઇગરનો પિતા જૅકી શ્રોફ મોટો સ્ટાર બની ગયો હતો. જૅકીને સલમાનનું કામ અને તેની કાર્યશૈલી એટલી પસંદ આવી હતી કે તે સલમાનની તસવીરો પોતાના ખિસ્સામાં રાખીને ફરતો હતો અને મોટા-મોટા ડિરેક્ટર્સને બતાવતો હતો. જૅકીની આ મદદને કારણે જ સલમાનને તેની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ મળી હતી.

બીજી ખાસ વાત એ છે કે સલમાને પોતાના જીવનનું સૌથી પહેલું કામ ટાઇગરની મમ્મી આયેશા શ્રોફ સાથે કર્યું હતું. ૧૯૮૩માં જાણીતી ઠંડા પીણાની બ્રૅન્ડ કૅમ્પા કોલાની એક જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં ૧૬ વર્ષના સલમાન અને આયેશાએ સાથે કામ કર્યું હતું. આમ, ટાઇગરનાં મમ્મી-પપ્પા બન્ને સાથે સલમાનનો ઘણો જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. આ જૂની દોસ્તીને કારણે સલમાન આજે પણ ટાઇગરને પોતાના નાના ભાઈની જેમ માને છે. જ્યારે ટાઇગરે બૉલીવુડમાં એન્ટ્રી લીધી ત્યારે સલમાને તેને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. આ સિવાય બન્ને ઘણી વાર એકબીજાની ફિટનેસ અને ઍક્શનની પ્રશંસા કરતા જોવા મળે છે.


અડધી રાત્રે ટાઇગરના ઘરે પહોંચી એક્સ ગર્લફ્રેન્ડ દિશા પાટની

રવિવારે જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલી ગોળીબારની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ ઘટના બાદ થોડા કલાકો પછી અડધી રાત્રે તેની અૅક્સ ગર્લફ્રેન્ડ દિશા પાટની ટાઇગરના ઘરે પહોંચી હતી. તેની સાથે ટાઇગરની બહેન ​ક્રિષ્ના શ્રોફ પણ જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે દિશા ઘટના પછી ટાઇગરના ખબરઅંતર પૂછવા પહોંચી હતી. ઘટનાના પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ટાઇગર અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

દિશા અને ટાઇગર વચ્ચે લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. બન્નેએ સાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને તેમના અંગત જીવનને લઈને પણ અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. જોકે બન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધને પ્રેમસંબંધનું નામ આપ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK