ટાલ મોટા ભાગના પુરુષો માટે શ્રાપ હોય છે. ટાલિયા પુરુષોને ઘણી વાર નીચાજોણું પણ થતું હોય અને સ્ત્રીઓ તો આવા પુરુષો પ્રત્યે બહુ ધ્યાન આપતી નથી, પણ યુનાઇટેડ કિંગડમના ૪૨ વર્ષના પ્રિન્સ વિલિયમ આ બાબતે નસીબદાર છે.
લાઇફમસાલા
પ્રિન્સ વિલિયમ
ટાલ મોટા ભાગના પુરુષો માટે શ્રાપ હોય છે. ટાલિયા પુરુષોને ઘણી વાર નીચાજોણું પણ થતું હોય અને સ્ત્રીઓ તો આવા પુરુષો પ્રત્યે બહુ ધ્યાન આપતી નથી, પણ યુનાઇટેડ કિંગડમના ૪૨ વર્ષના પ્રિન્સ વિલિયમ આ બાબતે નસીબદાર છે. તેમણે ‘વિશ્વના સૌથી સેક્સી ટાલિયા પુરુષ’નું બિરુદ આ વર્ષે પણ જાળવી રાખ્યું છે. જુદા-જુદા સર્ચ ડેટા અને અન્ય પરિબળોના આધારે આ વર્ષના ટોચના ૧૦ ટાલિયા પુરુષોની યાદીમાં પ્રિન્સ પછી અભિનેતા ડ્વેન જૉનસન બીજા ક્રમે, જ્યારે ભૂતપૂર્વ બાસ્કેટબૉલ ખેલાડી શકીલ ઓ’નીલ ત્રીજા ક્રમે આવ્યો છે. રીબૂટ ઑનલાઇન નામની માર્કેટિંગ એજન્સીના નિષ્ણાતોએ તૈયાર કરેલા સર્વેક્ષણ પ્રમાણે કેટ મિડલટનના પતિ અને ૩ સંતાનના પિતા પ્રિન્સ વિલિયમમાં હજી પણ સેક્સ-અપીલ છે.