Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કદ માત્ર બે ફુટ, કિંમત ૧ કરોડ રૂપિયાની

કદ માત્ર બે ફુટ, કિંમત ૧ કરોડ રૂપિયાની

Published : 26 November, 2026 12:48 PM | Modified : 26 November, 2026 12:59 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે પૂરા થયેલા આ મેળામાં પ્રાણીઓ તેમનાં જાયન્ટ કદ, રૂપરંગ અને ખાસિયતોને કારણે ફેમસ થઈ ગયાં હતાં. જોકે આ મેળામાં છેક છેલ્લા દિવસે એક ટચૂકડી ભેંસે મહેફિલ લૂંટી લીધી હતી.

બે ફૂટની ભેંસ

અજબ ગજબ

બે ફૂટની ભેંસ


પુષ્કરના મેળામાં ઘોડા, ઊંટ, બકરી, પાડા જેવાં પ્રાણીઓનો ભારે દબદબો જોવા મળ્યો હતો. મંગળવારે પૂરા થયેલા આ મેળામાં પ્રાણીઓ તેમનાં જાયન્ટ કદ, રૂપરંગ અને ખાસિયતોને કારણે ફેમસ થઈ ગયાં હતાં. જોકે આ મેળામાં છેક છેલ્લા દિવસે એક ટચૂકડી ભેંસે મહેફિલ લૂંટી લીધી હતી. આ ભેંસનું નામ હતું પિન્કી. એનું કદ છે માત્ર બે ફુટ. કદ-કાઠી એકદમ આંધ્ર પ્રદેશની પૂંગનુર ગાય જેવાં જ. મહારાષ્ટ્રના થાણેની પિન્કીની ઉંમર છે પાંચ વર્ષ. માલિક સોહેલ શકીલ એને પુષ્કર મેળામાં લઈ આવ્યા હતા. આ નૉર્મલ પ્રજાતિની જ ભેંસ છે, પરંતુ એનું કદ ખૂબ જ નાનું રહી ગયું છે. પિન્કીની મા પણ માત્ર ૩ ફુટ જ ઊંચી હતી. પિન્કી હવે દૂધ પણ નથી આપતી, એમ છતાં એના ક્યુટ કદને કારણે મેળામાં ખૂબ પૉપ્યુલર થઈ ગઈ હતી. આ ક્યુટ ભેંસની કિંમત ૧ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. જોકે એનો માલિક એને વેચવા નથી માગતો. માલિકનો દાવો છે કે આ વિશ્વની સૌથી ટચૂકડી ભેંસ છે. જોકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હાલમાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મલવડી ગામમાં ત્ર્યંબક બોરાટેના ફાર્મમાં રહેતી રાધા નામની ભેંસનું નામ છે. રાધાની ઊંચાઈ બે ફુટ અને ૮ ઇંચ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 12:59 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK