રાજકોટના નરેન્દ્ર સોરઠિયા દેશ-વિદેશના સિક્કા અને ચલણી નોટોનું કલેક્શન કરે છે અને કૉઇનમૅનના હુલામણા નામે જાણીતા છે. નવરાત્રિ દરમ્યાન ગરબાની રમઝટ વચ્ચે તેમનો આ શોખ કેડિયામાં પ્રદર્શિત થાય છે.
રાજકોટના કૉઇનમૅને બનાવ્યું સિક્કા અને ચલણી નોટોથી અનોખું કેડિયું
રાજકોટના નરેન્દ્ર સોરઠિયા દેશ-વિદેશના સિક્કા અને ચલણી નોટોનું કલેક્શન કરે છે અને કૉઇનમૅનના હુલામણા નામે જાણીતા છે. નવરાત્રિ દરમ્યાન ગરબાની રમઝટ વચ્ચે તેમનો આ શોખ કેડિયામાં પ્રદર્શિત થાય છે. નરેન્દ્રભાઈએ અનોખું કેડિયું અને ચોયણી બનાવ્યાં છે જેની સજાવટ સિક્કા અને ચલણી નોટોથી કરવામાં આવી છે. તેમના પોશાકમાં એક, બે, પાંચ અને ૧૦ રૂપિયાના સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં ચલણી નોટો મૂકી છે ત્યાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પણ વાપરી છે. દેશવિદેશની કરન્સી અને કૉઇન્સ એકત્ર કરવાનો શોખ ધરાવતા નરેન્દ્રભાઈએ મુંબઈમાં લાલબાગચા રાજા માટે બનતા ચલણી નોટોના હાર બનાવવામાં પણ પોતાની સેવા આપે છે. તેમને ચલણી નોટોની મદદથી આર્ટ ક્રીએટ કરવાનું ખૂબ પસંદ આવે છે. તેમનું કહેવું છે કે ‘કેટલાક લોકો ચલણી નોટો કે કૉઇન્સ કલેક્શન કરવાનો શોખ ધરાવે છે, પરંતુ નકલી લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે. આવું ન થાય એ માટે જાગૃતિ લાવવાનો સંદેશ હું આ કૉસ્ચ્યુમ થકી આપું છું.’
