Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જાતિવાદી કમેન્ટ કરનારા લોકોને રૅપિડો ડ્રાઇવરે અધવચ્ચે ઉતાર્યા, કંપનીએ એને ૯૯ વર્ષ અને ૧૧ મહિના માટે બૅન કર્યો

જાતિવાદી કમેન્ટ કરનારા લોકોને રૅપિડો ડ્રાઇવરે અધવચ્ચે ઉતાર્યા, કંપનીએ એને ૯૯ વર્ષ અને ૧૧ મહિના માટે બૅન કર્યો

Published : 17 August, 2026 08:45 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉમાં રૅપિડો કૅબ ડ્રાઇવર અંકિત કુમારે કથિત જાતિવાદી ટિપ્પણીનો વિરોધ કરતાં ચાર રેલવે અધિકારીઓને રસ્તામાં ઉતારી દીધા હતા. આ ઘટના બાદ રૅપિડોએ તેને ૯૯ વર્ષ ૧૧ મહિના માટે સસ્પેન્ડ કર્યો હોવાનો દાવો છે.

જાતિવાદી કમેન્ટ કરનારા લોકોને રૅપિડો ડ્રાઇવરે અધવચ્ચે ઉતાર્યા, કંપનીએ એને ૯૯ વર્ષ અને ૧૧ મહિના માટે બૅન કર્યો

જાતિવાદી કમેન્ટ કરનારા લોકોને રૅપિડો ડ્રાઇવરે અધવચ્ચે ઉતાર્યા, કંપનીએ એને ૯૯ વર્ષ અને ૧૧ મહિના માટે બૅન કર્યો


ટૅક્સી ઍગ્રીગેટર કંપની રૅપિડોએ ઉત્તર પ્રદેશના લખનઉમાં કામ કરતા ૩૦ વર્ષના દલિત (ચમાર) સમાજના કૅબ ડ્રાઇવર અંકિત કુમાર ચમારને ૯૯ વર્ષ ૧૧ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેને ૨૧૨૬ની ૧૯ જુલાઈ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની સામે આરોપ છે કે તેણે રેલવેના ૪ અધિકારીઓને અધવચ્ચે ઉતારી દીધા હતા. તેની ટૅક્સીમાં બેસેલા આ ચારેય અધિકારીઓ તેમના એક દલિત જાતિના ઉપરી અધિકારી વિશે ખરાબ વાતો કરી રહ્યા હતા. આ વાતચીતથી કંટાળીને તેણે ટૅક્સી ઊભી રાખી દીધી હતી અને ચારેય અધિકારીઓને નીચે ઉતારી દીધા હતા. આ સંદર્ભમાં બે વિડિયો પણ વાઇરલ થયા છે. પહેલા વિડિયોમાં અંકિત રેલવે-અધિકારીઓ સાથે ઝઘડો કરતો દેખાય છે. તે કહી રહ્યો છે કે ‘આપ કૈસે ઇન શબ્દોં કા ઇસ્તમાલ કર સકતે હૈં? ઉનકા નામ લો, પૂરી જાતિ કો ક્યોં બોલ રહે હો.’ ત્યાર પછીના એક વિડિયોમાં અમિત કુમારે દાવો કર્યો છે કે આ ઘટના બાદ તેને રૅપિડો દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે ‘મને રેલવે-અધિકારીઓ પ્રત્યે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી અને મને ગુસ્સો તેમની કથિત જાતિવાદી વાતચીતથી આવ્યો હતો. અપને હી એક અધિકારી કે ખિલાફ વો ઐસે જાતિવાદી શબ્દ બોલતે ગએ, તો મૈંને ઐતરાઝ કિયા. કંપની કમ-સે-કમ મુઝસે એક બાર મેરા પક્ષ પૂછ લેતી, ઉસકે બાદ મુઝે સસ્પેન્ડ કરતી યા ના કરતી, વો ઉનકા ફૈસલા થા. લેકિન બિના મુઝસે પૂછે કિ ક્યા હુઆ થા, મુઝે સસ્પેન્ડ કર દિયા.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 08:45 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK