Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭૫ લાખ રૂપિયાની વ્હિસ્કીની બૉટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડ્યા

૭૫ લાખ રૂપિયાની વ્હિસ્કીની બૉટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડ્યા

Published : 23 July, 2026 07:44 PM | IST | Gurugram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુગ્રામની એક વાઇન શોપમાં સ્કોટલેન્ડથી આયાત કરાયેલી દુર્લભ પ્રીમિયમ વ્હિસ્કીની બોટલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો ખરીદવા કરતાં તેની સાથે સેલ્ફી લેવા વધુ પહોંચી રહ્યા હોવાથી દુકાનદારે બોટલની સુરક્ષા માટે બે ગાર્ડ પણ તહેનાત કર્યા છે.

૭૫ લાખ રૂપિયાની વ્હિસ્કીની બૉટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડ્યા

૭૫ લાખ રૂપિયાની વ્હિસ્કીની બૉટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડ્યા


હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્હિસ્કીની બૉટલ જોવા માટે લોકોની ભીડ ઊમટી રહી છે. એનું કારણ એ દારૂનો સ્વાદ નહીં પણ એની કિંમત છે. આ વ્હિસ્કીની બૉટલ સ્કૉટલૅન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. ગુરુગ્રામની એક વાઇન શૉપમાં એને કાચની પેટીમાં સજાવીને લોકોને જોવા માટે મૂકવામાં આવી છે. રૅર અને પ્રીમિયમ કલેક્શનના શોખીનો માટે આ આલ્કોહોલ મગાવ્યો છે. જોકે લોકો ખરીદવા નહીં, એ બૉટલ સાથે સેલ્ફી લેવા આવતા હોવાથી દુકાનદારે એની સંભાળ માટે બે ગાર્ડ તહેનાત કરવા પડ્યા છે.  


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 07:44 PM IST | Gurugram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK