Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, આ જૅપનીઝ વાનગી બગલના પસીનાથી બને છે અને લોકો ૧૦ ગણી કિંમત ચૂકવીને ખાઈ રહ્યા છે

બોલો, આ જૅપનીઝ વાનગી બગલના પસીનાથી બને છે અને લોકો ૧૦ ગણી કિંમત ચૂકવીને ખાઈ રહ્યા છે

04 May, 2024 02:05 PM IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડિશ સુશી રાઇસથી બને છે જેને નોરી સી-વુડ રૅપરમાં રૅપ કરવામાં આવે છે

ઓનિગિરી

અજબગજબ

ઓનિગિરી


જૅપનીઝ વાનગીઓ સ્વાદિષ્ટ તેમ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે જેમાં ‘ઓનિગિરી’ તરીકે ઓળખાતા રાઇસ-બૉલ્સ દુનિયાભરના લોકો ખાય છે. આ ડિશ સુશી રાઇસથી બને છે જેને નોરી સી-વુડ રૅપરમાં રૅપ કરવામાં આવે છે. જોકે આ રાઇસ-બૉલ્સનું નવું વર્ઝન ચર્ચામાં છે જેને બનાવવા માટે મહિલાઓ ખરેખર પોતાનો પસીનો પાડી રહી છે. તેઓ રાઇસ-બૉલ્સને આકાર આપવા માટે હાથનો નહીં, પણ પોતાની બગલનો ઉપયોગ કરી રહી છે જેથી તેમનો પસીનો બૉલ્સમાં ભળી જાય.

ઓનિગિરી બનાવતાં પહેલાં બધી સામગ્રી અને મહિલાઓની આર્મપિટ્સને જંતુરહિત કરવામાં આવે છે. ત્યાર બાદ મહિલાઓ પસીનો નીકળે એ માટે એક્સરસાઇઝ કરે છે અને બગલ દ્વારા રાઇસ બૉલ્સના લોટને આકાર આપે છે. ઇન્ટરનેટ પર આ વિચિત્ર વાનગી વિશે સાંભળીને કેટલાક લોકોના પસીના છૂટી ગયા છે. તો કેટલાક લોકો પસીનાથી લથબથ ઓનિગિરી માટે ૧૦ ગણી કિંમત ચૂકવી રહ્યા છે. આની પાછળ એક રિસર્ચ એવું કહે છે કે બગલના પસીનામાં ફેરોમોન નામનું હૉર્મોન હોય છે, જેને સૂંઘવા કે ચાખવાથી માનવીય લાગણીઓમાં સુધારો થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:05 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK