આવું બધા ભારતીયો ગૃહપ્રવેશ દરમ્યાન કરે છે કે નહીં એની ખબર નથી પડી, પરંતુ ભારતીય મૂળના લોકો પવિત્ર પ્રસંગોમાં ગાયને આ રીતે સામેલ કરે એવી અપીલ કરી છે.
અમેરિકામાં એક ગૃહપ્રવેશ સમારંભમાં ઘરમાંગાયનાં પવિત્ર પગલાં પાડ્યાં
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવે છે અને કોઈ પણ પવિત્ર કામમાં ગાયમાતાના આશીર્વાદ લેવાય છે. જોકે અમેરિકામાં પણ કોઈ ગાયને પવિત્ર સમારોહમાં સામેલ કરે એ અચરજ પમાડે એવું છે. અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં એક ભારતીય પરિવારે ગૃહપ્રવેશ સેરેમની દરમ્યાન ઘરમાં ગાયનાં પગલાં કરાવ્યાં હતાં. એ માટે ગાયને ખૂબ સજાવી-ધજાવીને લાવવામાં આવેલી. આ ગાયના શરીર પર કુમકુમના થાપા પાડ્યા હતા અને રંગબેરંગી ચૂંદડીઓ ઓઢાડવામાં આવી હતી. આ વિસ્તારમાં આવેલી શ્રી સુરભિ ગૌ ક્ષેત્ર સંસ્થા દ્વારા ગાયોની રક્ષા માટે આ કામ કરવામાં આવે છે. દિવાળીના સમયે આ ઘટના બની હતી એ વિશે શ્રી સુરભિ ગૌ ક્ષેત્ર સંસ્થાએ એક વિડિયો તૈયાર કર્યો હતો. ગાયનું નામ બહુલા છે. આવું બધા ભારતીયો ગૃહપ્રવેશ દરમ્યાન કરે છે કે નહીં એની ખબર નથી પડી, પરંતુ ભારતીય મૂળના લોકો પવિત્ર પ્રસંગોમાં ગાયને આ રીતે સામેલ કરે એવી અપીલ કરી છે.

