નેટફ્લિક્સ પર નવી રિયલિટી સિરીઝ દેસી બ્લિંગનું ટ્રેલર રિલીઝ થયું છે એમાં દુબઈમાં રહેતા ભારતીય મૂળના અમીર બિઝનેસમેનોની જિંદગી દેખાડવામાં આવી છે. આ ટ્રેલરમાં સતીશ સનપાલની પત્ની તંબિદા સનપાલ હળવા સ્મિત સાથે કહે છે કે તેના પતિને સોનું ખરીદવું બહુ ગમે છે.
બિઝનેસમૅનની પત્નીનો દાવો: પતિ દર વર્ષે મારા માટે ૩ કિલો સોનું ખરીદે છે
નેટફ્લિક્સ પર નવી રિયલિટી સિરીઝ દેસી બ્લિંગનું ટ્રેલર રિલીઝ થયું છે એમાં દુબઈમાં રહેતા ભારતીય મૂળના અમીર બિઝનેસમેનોની જિંદગી દેખાડવામાં આવી છે. આ ટ્રેલરમાં સતીશ સનપાલની પત્ની તંબિદા સનપાલ હળવા સ્મિત સાથે કહે છે કે તેના પતિને સોનું ખરીદવું બહુ ગમે છે. તેનું કહેવું છે કે તેનો પતિ સતીશ દર વર્ષે લગભગ ૩ કિલો સોનું ગિફ્ટ કરે છે. હાલના સોનાના ભાવ મુજબ એક કિલો સોનાની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ વાત સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ છે અને લોકો આ સતીશ સનપાલ કોણ છે એ શોધવા મંડી પડ્યા છે. સતીશ સનપાલ ઍનેક્સ હોલ્ડિંગ નામની કંપનીના ચૅરમૅન છે. તેમનો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ માત્ર ૮૦,૦૦૦ રૂપિયા લઈને ભારતથી દુબઈ પહોંચ્યા હતા. આજે તેમની પોતાની કંપની રિયલ એસ્ટેટ, ફાઇનૅન્સ, હૉસ્પિટૅલિટી અને મીડિયા જેવાં ક્ષેત્રોમાં કાર્યરત છે. તંબિદા સનપાલ બ્રિટિશ પાકિસ્તાની છે. તેમને એક નાની દીકરી છે તેનું નામ ઇસાબેલા છે. સતીશ આ પહેલાં પણ ચર્ચામાં આવી ચૂક્યા છે જ્યારે તેમણે પોતાની દીકરીને કસ્ટમ પિન્ક રોલ્સ રૉય્સ કાર ગિફ્ટ કરી હતી.
દેસી બ્લિંગમાં ટેલિવિઝનના ચહેરાઓ પણ જોવા મળશે. આ શોમાં દુબઈની ઇન્ડિયન કમ્યુનિટીની આલીશાન જિંદગી, મોંઘી ગાડીઓ અને હાઈ-પ્રોફાઇલ રહેણીકરણીની ઝલક દેખાડવામાં આવશે.


