Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિટ ઍન્ડ રનના કેસમાં મલાડમાં ૪ વર્ષના છોકરાનું મોત

હિટ ઍન્ડ રનના કેસમાં મલાડમાં ૪ વર્ષના છોકરાનું મોત

Published : 11 February, 2026 08:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નનાં ૨૦ વર્ષ પછી જન્મેલો દીકરો અચાનક જતો રહ્યો

આરોપી રમેશ દેવજી જાત્રારા અને ઇનોવા કાર.

આરોપી રમેશ દેવજી જાત્રારા અને ઇનોવા કાર.


મલાડમાં એક હિટ ઍન્ડ રનની ઘટના  બની હતી. લક્ષ્ય સિંહ નામના ૪ વર્ષના છોકરાનું સ્પીડમાં આવતી ઇનોવા કારે ટક્કર મારતાં મોત થયું હતું. પરિવારે આ કેસમાં હિટ ઍન્ડ રનનો આરોપ લગાડ્યો છે. ઘરમાં બે જ દિવસ પહેલાં લગ્ન લેવાયાં હોવાથી ખુશહાલ વાતાવરણમાં આ ઘટના બનતાં સિંહ પરિવાર પર શોક છવાઈ ગયો છે. લક્ષ્યનાં માતા-પિતા ખૂબ જ દુઃખી છે, કારણ કે લક્ષ્ય લગ્નનાં ૨૦ વર્ષ પછી જન્મ્યો હતો. લગ્નનાં આટલાં વર્ષો પછી જન્મેલા દીકરાનું આવું કરુણ મૃત્યુ થતાં તેમને બહુ જ આઘાત લાગ્યો છે. દિંડોશી પોલીસે જણાવ્યું કે તેમણે આ કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે અને ઇનોવા કાર ચલાવનાર રમેશ દેવજી જાત્રારાની ધરપકડ કરી છે.

મલાડ-ઈસ્ટના નીલયોગ વિરાટ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી. લક્ષ્ય સિંહના પરિવારમાં પાંચ તારીખે લગ્ન હતાં. ૬ તારીખે આખો પરિવાર સાથે હતો અને ૭ તારીખે સવારે લક્ષ્ય બિલ્ડિંગની નીચે રમી રહ્યો હતો. CCTV કૅમેરાનાં ફુટેજમાં લક્ષ્ય બિલ્ડિંગની અંદર ચાલતો જોવા મળે છે. તેને ટક્કર માર્યા પછી કાર થોડે દૂર જઈને ઊભી રહે છે. પછી બિલ્ડિંગનો સિક્યૉરિટી ગાર્ડ બાળકને ઉપાડીને હૉસ્પિટલ લઈ જતો જોવા મળે છે. ઇનોવા કારનો ડ્રાઇવર સિક્યૉરિટી ગાર્ડને અકસ્માતની જાણ કર્યા પછી ત્યાંથી ભાગી જાય છે.



લક્ષ્યના પિતાએ કહ્યું હતું કે ‘જો કારનો ડ્રાઇવર મારા બાળકને અકસ્માત પછી તરત જ હૉસ્પિટલ લઈ ગયો હોત તો તે બચી ગયો હોત. આરોપી પાસે એ બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા છે, પરંતુ તે બીજે ક્યાંક રહે છે.’


પિતાએ શું કહ્યું?

લક્ષ્યના પિતા જયપ્રકાશ સિંહે કહ્યું હતું કે અકસ્માત પછી પોલીસે કેસ નોંધ્યો હતો અને આરોપીને જામીન આપવા જઈ રહ્યા હતા, પરંતુ અમને આ વાતની જાણ થતાં જ આખો પરિવાર પોલીસ-સ્ટેશન ગયો અને તેને જામીન આપતાં અટકાવ્યો. કાર-ડ્રાઇવરે માત્ર અકસ્માત જ નહોતો કર્યો, પરંતુ તે તેના ૪ વર્ષના લક્ષ્યને કાર સાથે ખેંચીને પણ લઈ ગયો હતો. તેમણે હિટ ઍન્ડ રનનો આરોપ લગાડીને કડક કાર્યવાહીની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK