પૃથ્વી સિવાયના ગ્રહો પર કેવી દુનિયા હશે એ હંમેશાં કુતૂહલનો વિષય રહ્યો છે. મંગળ ગ્રહ પર અધ્યયન કરતા અમેરિકાની ટેક્સસ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે મંગળ પર ગંગા જેવી નદી હોવી જોઈએ.
અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો મંગળ ગ્રહ પર ગંગા જેવી ૧૬ નદી હતી
પૃથ્વી સિવાયના ગ્રહો પર કેવી દુનિયા હશે એ હંમેશાં કુતૂહલનો વિષય રહ્યો છે. મંગળ ગ્રહ પર અધ્યયન કરતા અમેરિકાની ટેક્સસ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે મંગળ પર ગંગા જેવી નદી હોવી જોઈએ. વૈજ્ઞાનિકોએ મંગળની સપાટીની જે તસવીરો મળી છે એના આધારે પૌરાણિક રિવર ચૅનલ્સનો નકશો તૈયાર કર્યો છે. લાલ ગ્રહ પર પણ પ્રાચીન જળ નેટવર્ક આવું જ હોવાની સંભાવના અમેરિકાના વૈજ્ઞાનિકોએ જતાવી છે. મંગળ પર નદીઓ કઈ રીતે આવી? એના જવાબમાં સંશોધકોનું કહેવું છે કે અબજો વર્ષ પહેલાં મંગળ ગ્રહ પર પણ વરસાદ થતો હતો જેને કારણે ઘાટ અને નદીઓનું નિર્માણ કુદરતી રીતે જ થયું હતું. આ પાણીને કારણે રચાયેલા ઘાટની ભૌગોલિક રચના આજે પણ મંગળની સપાટી પર જોવા મળે છે. ભલે અત્યારે લાલ અને સૂકો રેગિસ્તાન જેવો પટ મંગળ પર હોય, ક્યારેક આ ગ્રહ પર જળ અને જીવન બન્ને હતાં. નિષ્ણાતોનું કહેવું છે કે એક સમયે મંગળ પર જે નદીઓ હતી એ ગંગા કે ઍમૅઝૉન જેવી વિશાળ હતી.


