Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માત્ર ૭ વર્ષના ભારતીય મૂળના બાળકે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટેની બ્રિટનની ગણિતની પરીક્ષા પાસ કરી

માત્ર ૭ વર્ષના ભારતીય મૂળના બાળકે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટેની બ્રિટનની ગણિતની પરીક્ષા પાસ કરી

Published : 02 September, 2026 11:42 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનમાં રહેતા મૂળ આંધ્ર પ્રદેશના ૭ વર્ષના જિવ્યાન રેડ્ડીએ GCSE હાયર મૅથેમૅટિક્સમાં ગ્રેડ ૮ મેળવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય રીતે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ આપતી આ પરીક્ષામાં તેણે ૨૪૦માંથી ૧૯૬ ગુણ મેળવ્યા છે.

માત્ર ૭ વર્ષના ભારતીય મૂળના બાળકે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટેની બ્રિટનની ગણિતની પરીક્ષા પાસ કરી

માત્ર ૭ વર્ષના ભારતીય મૂળના બાળકે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટેની બ્રિટનની ગણિતની પરીક્ષા પાસ કરી


નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરવાનો એક અદ્ભુત કિસ્સો લંડનમાંથી સામે આવ્યો છે. વેસ્ટ લંડનમાં રહેતા મૂળ આંધ્ર પ્રદેશના ૭ વર્ષના જિવ્યાન રેડ્ડી ધ્રુવે બ્રિટનની અઘરી ગણાતી જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (GCSE)ની હાયર મૅથેમૅટિક્સની પરીક્ષામાં ગ્રેડ ૮ જે જૂની સિસ્ટમ મુજબ ‘A’ ગ્રેડ બરાબર છે એ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે આ પરીક્ષા ૧૬ વર્ષના ટીનેજર્સ આપતા હોય છે. જિવ્યાને આ પરીક્ષામાં ૨૪૦માંથી ૧૯૬ ગુણ મેળવ્યા છે. તેના પિતા ધ્રુવ કટ્ટા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એન્જિનિયર છે. જિવ્યાનની ગણિતમાં અસાધારણ પ્રતિભા જોઈને ફેબ્રુઆરીમાં તેને સ્કૂલમાંથી ઉઠાડીને ઘરે જ ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેથી તે પોતાની ક્ષમતા મુજબ આગળ વધી શકે. આટલી નાની ઉંમરે આવી સિદ્ધિ મેળવ્યા બાદ પણ જિવ્યાન અટકવા માગતો નથી. માત્ર ભણતરમાં જ નહીં; જિવ્યાન ચેસ, ફુટબૉલ, ટેનિસ અને ડાન્સમાં પણ રસ ધરાવે છે. ભવિષ્યમાં તે ઇન્વેન્ટર બનીને લોકો માટે ઉપયોગી અને પરવડે એવા રોબો અને અન્ય ટેક્નૉલૉજી વિકસાવવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 11:42 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK