Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લીઅનલ મેસીએ જે પેનથી લખ્યો હતો રિટાયરમેન્ટ લેટર એ પેન પર હતું જાદુગર હૅરી પૉટરના ટાઇમ-ટર્નરનું ચિહ્‍ન

લીઅનલ મેસીએ જે પેનથી લખ્યો હતો રિટાયરમેન્ટ લેટર એ પેન પર હતું જાદુગર હૅરી પૉટરના ટાઇમ-ટર્નરનું ચિહ્‍ન

Published : 02 September, 2026 09:18 AM | IST | Buenos Aires
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લીઅનલ મેસીએ હાથેથી લખેલા રિટાયરમેન્ટ લેટર સાથે એક અનોખી પેન શૅર કરી હતી. આ પેન પર હૅરી પૉટરના ટાઇમ-ટર્નરનું ચિહ્ન હતું, જે ભૂતકાળ સાથેના તેમના ભાવનાત્મક જોડાણનું પ્રતીક બન્યું હતું.

લીઅનલ મેસીએ જે પેનથી લખ્યો હતો રિટાયરમેન્ટ લેટર એ પેન પર હતું જાદુગર હૅરી પૉટરના ટાઇમ-ટર્નરનું ચિહ્‍ન

લીઅનલ મેસીએ જે પેનથી લખ્યો હતો રિટાયરમેન્ટ લેટર એ પેન પર હતું જાદુગર હૅરી પૉટરના ટાઇમ-ટર્નરનું ચિહ્‍ન


આર્જેન્ટિનાના ૩૯ વર્ષના ફુટબૉલર લીઅનલ મેસીએ સોમવારે હાથેથી સ્પૅનિશ ભાષામાં લખેલો લેટર શૅર કરીને ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મેસીએ લેટરમાં ખુલાસો કર્યો હતો કે ‘આ લેટર મેં ૨૧ જુલાઈએ એટલે કે ફુટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ હાર્યાના બે દિવસ પછી લખ્યો હતો. ૮ ઑગસ્ટે પપ્પાના અવસાન પછી હું આ નિર્ણય વિશે પહેલાંથી વધુ નિશ્ચિત છું.’ 
મેસીના રિટાયરમૅન્ટ લેટર સાથે એક અનોખી પેન પણ હતી. આ પેન પર પ્રખ્યાત હૅરી પૉટર વેબ-સિરીઝ સાથે જોડાયેલું ટાઇમ-ટર્નર પણ હતું. હૅરી પૉટરની જાદુઈ દુનિયામાં ટાઇમ-ટર્નરનો ઉપયોગ સમયમાં પાછળ જવા માટે થતો હતો. મેસીએ રિટાયરમૅન્ટ લેટરમાં ભૂતકાળને યાદ કરીને આર્જેન્ટિના નૅશનલ ટીમ સાથેના પ્લેયર તરીકેના સંબંધોનો અંત કર્યો હતો.

૨૦૧૬માં પણ લીધી હતી નિવૃત્તિ



લીઅનલ મેસીએ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં કૅપ્ટન તરીકેની વારંવારની નિષ્ફળતાઓને કારણે ૨૦૧૬ના જૂન મહિનામાં નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે દુનિયાભરના લોકો તરફથી નિવૃત્તિ પાછી ખેંચવાની અપીલને કારણે ઑગસ્ટ મહિનામાં મેસીએ દેશ માટે ફરી રમવાનું શરૂ કર્યું હતું. 
ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં મેસીએ ૨૦૭ મૅચોમાં ૧૨૫ ગોલ કર્યા છે. આર્જેન્ટિના સાથે તેણે ૨૦૨૨નો સિનિયર ફુટબૉલ અને ૨૦૦૫નો અન્ડર-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૦૮માં ઑલિમ્પિક્સ ગોલ્ડ સહિત મેસીએ ટીમને ૨૦૨૧ અને ૨૦૨૪ની કોપા અમેરિકા ટુર્નામેન્ટ પણ જિતાડી હતી.


 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 09:18 AM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK