સોશ્યલ મીડિયા પર એક જાયન્ટ સાપનો વિડિયો ફરી રહ્યો છે. એમાં તારની વાડ પર સાપ ગૂંચળું વળીને ચડ્યો છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પર એક જાયન્ટ સાપનો વિડિયો ફરી રહ્યો છે. એમાં તારની વાડ પર સાપ ગૂંચળું વળીને ચડ્યો છે. આ તારના એક છેડા પર વીજળીનો તાર પણ લાગેલો છે જે ખુલ્લો હોવાથી એમાંથી કરન્ટ પસાર થઈ રહ્યો છે. સાપ તાર પર ચડીને જેવો એ વીજળીના ખુલ્લા તાર તરફ સરકે છે કે તેને કરન્ટ લાગે છે. કરન્ટથી ઝાટકા સાથે એ દૂર થઈ જાય છે, પરંતુ ફરીથી એ જ જગ્યા પર જઈને જીભ ફેરવવાની કોશિશ કરે છે. એને કારણે ફરીથી કરન્ટ લાગે છે. વારંવાર છથી સાત વાર વીજળીના ઝાટકા ખાધા પછી પણ સાપને સમજણ નથી પડતી કે અહીં જોખમ છે અને એ તરફ ન જવામાં જ સાર છે. આ વિડિયો વાઇરલ થયો છે અને અનેક લોકોએ કમેન્ટ કરી છે કે ખરેખર જ સાપ જરાય સ્માર્ટ નથી.
