નાગ પંચમીએ જે નાગ દૂધ પીએ છે એને મોટા ભાગે દિવસો સુધી પાણી આપવામાં નથી આવતું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નાગ પંચમી આવે એટલે નાગની મૂર્તિ પર અને પાળેલા નાગને દૂધ પિવડાવવાના ‘ચમત્કાર’ની વાતો થવા માંડે. અનેક શિવમંદિરોની બહાર સપેરાઓ નાગને કરંડિયામાં લઈને પહોંચી જાય છે. પ્રયાગરાજમાં નાગ વાસુકી મંદિરની બહાર આવું જ દૃશ્ય રચાયું હતું. ભક્ત દૂધની બૉટલ લઈને નાગને દૂધ પીવડાવે છે અને પોતાના હાથે દૂધ પીતા નાગને જોઈને ભક્ત ખુશ થઈ જાય છે. જોકે સાપના નિષ્ણાતોનું કહેવું છે કે સાપ ખરેખર દૂધ પીતા જ નથી. નાગ પંચમીએ જે નાગ દૂધ પીએ છે એને મોટા ભાગે દિવસો સુધી પાણી આપવામાં નથી આવતું એટલે તરસને કારણે તમે સાપને જે આપો એ પી જાય છે.

