`તમે આમંત્રિત નથી’ લખેલી આમંત્રણપત્રિકા મેળવનાર સગાં રિસાઈ ગયાં છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
લગ્નનું આવું આમંત્રણ મળે તો ન બોલાવ્યાનો ધોખો કરવો કે પછી બોલાવીને કામ કરાવ્યાનો ગુસ્સો કરવો એ જ નક્કી ન થાય. એક યુગલનાં સગાંસંબંધીઓ અત્યારે આવી જ મૂંઝવણમાં માથું ખંજવાળી રહ્યાં છે. એક યુગલ સપ્ટેમ્બરમાં લગ્ન કરી રહ્યું છે. તેમણે ઘર પાસેના એક નાનકડા બગીચામાં સેમી-ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે. લગ્નપ્રસંગ હોય એટલે સગાંસંબંધીઓ,
આડોશી-પાડોશીઓ, મિત્રો, પરિચિતોને બોલાવવા પડે; પણ આમનું બજેટ મર્યાદિત છે એટલે તેમણે ગણ્યાગાંઠ્યા મહેમાનોને જ આમંત્રણ આપ્યું છે અને બાકીના મહેમાનોને ‘તમે આમંત્રિત નથી’ લખેલી આમંત્રણપત્રિકા મોકલી છે. આવું આમંત્રણ મેળવનારાં સગાં રિસાઈ ગયાં છે; પણ જે લોકોને આવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ પણ હરખાયા નથી, કારણ કે એ લોકોને પ્રસંગમાં મહાલવા નહીં પરંતુ કામમાં મદદ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે આમંત્રિતો રિસેપ્શન માટે ટેબલ તૈયાર કરશે, કેક અને ફૂલ જેવી વસ્તુઓની વ્યવસ્થા કરશે વગેરે. આ મુદ્દે સોશ્યલ મીડિયામાં ઘમસાણ મચ્યું છે.