સામાન્ય રીતે માલગાડીઓ એકાદ કિલોમીટર લાંબી હોય છે. બહુ-બહુ તો દોઢ કિલોમીટર લાંબી હોય. ભારતમાં જે સૌથી લંબી માલગાડી દોડી હતી એ લગભગ ૪.૬ કિલોમીટર લાંબી હતી અને એને સુપરવાસુકી નામ આપવામાં આવ્યું હતું.
SAમાં દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન, ૭.૬ કિલોમીટર લાંબી ટ્રેનમાં ૬૯૬ ડબ્બા
સામાન્ય રીતે માલગાડીઓ એકાદ કિલોમીટર લાંબી હોય છે. બહુ-બહુ તો દોઢ કિલોમીટર લાંબી હોય. ભારતમાં જે સૌથી લંબી માલગાડી દોડી હતી એ લગભગ ૪.૬ કિલોમીટર લાંબી હતી અને એને સુપરવાસુકી નામ આપવામાં આવ્યું હતું. જોકે થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકામાં એક માલગાડી દોડી જે ૭.૬ કિલોમીટર લાંબી હતી. એમાં ૬૯૬ ડબ્બા જોડેલા હતા. આટલી લાંબી ટ્રેનને ચાલતી રાખવા માટે ડબ્બાઓની વચ્ચે પણ લગભગ દસેક ઇલેક્ટ્રિકલ અને ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યાં હતાં. સાઉથ આફ્રિકાની સરકારી ટ્રાન્સપોર્ટ કંપની ટ્રાન્સનેટે આ માલગાડી ૧૭ ઑક્ટોબરે ચલાવી હતી. એ ગાડીએ સમુદ્રના એક કિનારેથી લોખંડની ખાણ સુધીનું ૮૬૦ કિલોમીટરનું અંતર બે દિવસમાં પાર પાડ્યું હતું. આ એક ટ્રાયલ જ હતી જે સફળ રહી હતી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી લાંબી માલગાડીનું બિરુદ પામી હતી. આ પહેલાં બાવીસ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ૭.૨૪ કિલોમીટર લાંબી માલગાડી ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
