જો હજી થોડુંક મોડું થયું હોત તો આ ઈંડાંમાંથી પણ કીડા જન્મી ગયા હોત.
ડૉક્ટરોને દર્દીની આંખમાંથી કીડાની સાથે કીડાનાં ડઝનેક ઈંડાં પણ મળ્યાં હતાં
સાઉથ કોરિયામાં ૭૧ વર્ષના એક બુઝુર્ગ ખેડૂત મોતિયાની સર્જરી કરવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. તેમને બે મહિનાથી આંખમાં બળતરા થતી હતી અને ધૂંધળું દેખાતું હતું. જાણે આંખમાં કંઈક ફસાઈ ગયું છે એવું લાગતું હતું. તેમને હતું કે હવે મોતિયો પાકી ગયો હશે એટલે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે જ્યારે તેમની આંખ તપાસી તો ખબર પડી બન્ને આંખોમાં ૧૧ પરોપજીવી કીડા હતા. ડૉક્ટરોએ તાત્કાલિક સર્જરી કરીને કીડા કાઢ્યા. ડૉક્ટરોને આંખમાંથી કીડાની સાથે કીડાનાં ડઝનેક ઈંડાં પણ મળ્યાં હતાં. જો હજી થોડુંક મોડું થયું હોત તો આ ઈંડાંમાંથી પણ કીડા જન્મી ગયા હોત.
