Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પા તરીકે રણબીર કપૂરનું ડેડિકેશન જોઈને મને શરમ આવે છે : વરુણ ધવન

પપ્પા તરીકે રણબીર કપૂરનું ડેડિકેશન જોઈને મને શરમ આવે છે : વરુણ ધવન

Published : 02 November, 2026 04:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોમાં વાતચીત દરમ્યાન વરુણે પોતાની અંગત જિંદગી, દીકરી લારા તેમજ રણબીર કપૂર વિશે વાત કરી હતી.

પપ્પા તરીકે રણબીર કપૂરનું ડેડિકેશન જોઈને મને શરમ આવે છે : વરુણ ધવન

પપ્પા તરીકે રણબીર કપૂરનું ડેડિકેશન જોઈને મને શરમ આવે છે : વરુણ ધવન


કરણ જોહરનો લોકપ્રિય શો ‘કૉફી વિથ કરણ 9’ હાલમાં ચર્ચામાં છે. આ શોમાં ગેસ્ટ તરીકે વરુણ ધવન અને જાહ્‌નવી કપૂરે હાજરી આપી હતી. શોમાં વાતચીત દરમ્યાન વરુણે પોતાની અંગત જિંદગી, દીકરી લારા તેમજ રણબીર કપૂર વિશે વાત કરી હતી.
બાળકો સાથે સમય પસાર કરવા વિશે વાત કરતાં વરુણે કહ્યું હતું કે તે તેની દીકરી લારા સાથે વધારેમાં વધારે સમય વિતાવવા માગે છે. વરુણે જણાવ્યું હતું કે ‘જ્યારે હું એક પપ્પા તરીકે રણબીરનું ડેડિકેશન જોઉં છું ત્યારે મને શરમ આવે છે, કારણ કે હું તો લારા સાથે ઝઘડી પણ લઉં છું. લારાને માઇકલ જૅક્સનનું ‘બીટ ઇટ’ ગીત સાંભળવું ગમે છે. હું તેને કહું છું કે માઇકલ જૅક્સનનાં બીજાં પણ ઘણાં ગીતો છે.’
વરુણે પોતાની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કર્યું હતું. આજે આ ફિલ્મના ત્રણેય કલાકારો પરિણીત છે અને તેમને સંતાનો પણ છે. આ વિશે વાત કરતાં વરુણે ખુલાસો કર્યો હતો કે આલિયાએ માત્ર ૧૯ વર્ષની ઉંમરે જ કહી દીધું હતું કે તેને બાળકો જોઈએ છે. જ્યારે કરણ જોહરે પૂછ્યું કે ત્રણેય કલાકારોને દીકરીઓ થઈ છે ત્યારે વરુણે કહ્યું હતું કે તેને પહેલેથી જ ખબર હતી કે આલિયા સૌથી પહેલાં મમ્મી બનશે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK