Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાઉથ કોરિયામાં સૈનિકોને રૅમ્પ પર લટકમટક ચાલવાની ટ્રેઇનિંગ અપાઈ

સાઉથ કોરિયામાં સૈનિકોને રૅમ્પ પર લટકમટક ચાલવાની ટ્રેઇનિંગ અપાઈ

Published : 08 November, 2026 11:08 AM | Modified : 08 November, 2026 11:21 AM | IST | South Korea
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જનતાની ભારે ટીકા પછી આખરે સાઉથ કોરિયન સેનાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરવી પડી કે ‘અમે સૈનિકોને મૉડલ બનાવવા નથી માગતા, પરંતુ આ તો માત્ર તેમની ચાલ કૉન્ફિડન્ટ બને અને બૉડી પૉશ્ચર સુધરે એ માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સાઉથ કોરિયામાં સૈનિકોને કૅટવૉક

અજબ ગજબ

સાઉથ કોરિયામાં સૈનિકોને કૅટવૉક


મૉડલ બનવું હોય તો કૅટવૉક કરતાં શીખવું જરૂરી છે, પણ સાઉથ કોરિયામાં સૈનિક બનવું હોય તોય કૅટવૉક કરતાં શીખવું પડે છે. તાજેતરમાં સાઉથ કોરિયાના સ્પેશ્યલ ફોર્સના જવાનોને રૅમ્પ પર કેવી રીતે ચાલવું એની તાલીમ અપાઈ હતી. આ માટે ફૅશનેબલ મૉડલ્સને ટ્રેઇનિંગ માટે બોલાવવામાં આવી હતી. મૉડલ્સે હાઈ હીલ્સ પહેરીને જવાનોને રૅમ્પ પર ચાલતાં શીખવ્યું હતું. સ્પેશ્યલ ફોર્સ માટે ‘કે-વૉકિંગ પર્ફોર્મન્સ મિલિટરી ફેસ્ટિવલ’ યોજાયો હતો એમાં આ ટ્રેઇનિંગ અપાઈ રહી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સ્વાભાવિક છે કે લોકોને નવાઈ લાગે કે આવું કેમ? સરહદ પર લડવા માટે કૅટવૉકની જરૂર કેમ? કેટલાક પત્રકારો દ્વારા પણ આ જ સવાલ ઊભો કરતાં જનતા ટીકા કરવા લાગી. જનતાની ભારે ટીકા પછી આખરે સાઉથ કોરિયન સેનાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરવી પડી કે ‘અમે સૈનિકોને મૉડલ બનાવવા નથી માગતા, પરંતુ આ તો માત્ર તેમની ચાલ કૉન્ફિડન્ટ બને અને બૉડી પૉશ્ચર સુધરે એ માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કૅટવૉક કરતાં આવડવું એ સૈન્યમાં જોડાવાની કોઈ અનિવાર્યતા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 11:21 AM IST | South Korea | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK