Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં મારામારી: એક જણ ચાલુ ટ્રેને પ્લૅટફૉર્મ પર પટકાયો

લોકલ ટ્રેનમાં મારામારી: એક જણ ચાલુ ટ્રેને પ્લૅટફૉર્મ પર પટકાયો

Published : 08 November, 2026 01:20 PM | Modified : 08 November, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે એ વખતે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર હોય છે અને એની સ્પીડ ઓછી હોવાનું કહેવાઈ રહ્યું છે. એથી તે વ્યક્તિ બચી ગઈ હતી. 

મારામારી કરતાં બ્લૅક ઍન્ડ વાઇટ ચેક્સનું શર્ટ પહેરેલી વ્યક્તિ પ્લૅટફૉર્મ પર પડી ગઈ હતી.

મારામારી કરતાં બ્લૅક ઍન્ડ વાઇટ ચેક્સનું શર્ટ પહેરેલી વ્યક્તિ પ્લૅટફૉર્મ પર પડી ગઈ હતી.


મુંબઈની લોકલ ટ્રેનમાં મારામારી થવી એ કાંઈ નવી વાત નથી. રોજ જ ગિરદીના સમયે બોલીચાલી, તૂતૂ-મૈંમૈં થતી જ હોય છે. જોકે હાલ સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં મારામારી કરતાં-કરતાં એક વ્યક્તિ પ્લૅટફૉર્મ પર પડી જાય છે. આ વિડિયો અન્ય એક પૅસેન્જરે લીધો હોવાનું જણાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ગુરુવારે રાતે સાડાદસ વાગ્યે ચર્ચગેટથી વિરાર જઈ રહેલી ફાસ્ટ લોકલમાં દરવાજા પર ઊભા રહેવાના મામલે બે જણ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યાર બાદ વાત વણસી જતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટ્રેન પ્રમાણમાં બહુ જ ખાલી છે, એમાં એવી કોઈ ભીડ પણ નથી અને એમ છતાં તેમની વચ્ચે મારામારી થઈ રહી હોવાનું દેખાય છે. એ બે જણમાંથી એક વ્યક્તિ પ્લૅટફૉર્મ પર પડી જાય છે. જોકે એ વખતે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર હોય છે અને એની સ્પીડ ઓછી હોવાનું કહેવાઈ રહ્યું છે. એથી તે વ્યક્તિ બચી ગઈ હતી. 

ઑટોમૅટિક દરવાજાવાળી નૉન-AC લોકલ ટ્રેન આવી ગઈ છે




ઑટોમૅટિક દરવાજાવાળી નૉન-AC લોકલ ટ્રેન શહેરમાં આવી ગઈ છે. સેન્ટ્રલ રેલવે મુસાફરોની સેવાઓમાં એનો સમાવેશ કરવાનો નિર્ણય લે એ પહેલાં ૧૨ કોચવાળી રેક હવે મુંબઈ લોકલ નેટવર્કના વિવિધ વિભાગો પર ટ્રાયલમાંથી પસાર થશે.૨૦૨૫ની ૯ જૂને દિવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થયેલા અકસ્માતને પગલે આ પગલું લેવામાં આવ્યું છે જેમાં પાંચ મુસાફરો મૃત્યુ પામ્યાં હતાં અને ૯ અન્ય લોકો ચાલતી ટ્રેનમાંથી પડી ગયા હતા. એ ઘટનાની તપાસ માટે રચાયેલી પાંચ સભ્યોની સમિતિએ ભીડ અને ખુલ્લા દરવાજાને મુખ્ય પરિબળો તરીકે ઓળખી કાઢ્યાં હતાં અને મેટ્રો ટ્રેનોમાં વપરાતી બંધ દરવાજાવાળી સિસ્ટમ શરૂ કરવાની ભલામણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK