સાઉથ કોરિયાના સોલમાં વૃક્ષના મૂળિયાં જેવી ડિઝાઇન ધરાવતી અનોખી લાકડાની બેન્ચે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કુદરતી આકારથી પ્રેરિત આ પબ્લિક ફર્નિચરને પ્રતિષ્ઠિત ડિઝાઇન સ્પર્ધામાં વિશેષ સન્માન મળ્યું છે.
બગીચામાં ૩૦ મીટરના વ્યાસની બેન્ચ
સાઉથ કોરિયાના સોલમાં યોન્ગસાન-ગુ કે હાનગૉન્ગ નામના પાર્કમાં એક પબ્લિક ફર્નિચરનો શાનદાર પીસ છે. આ એવી બેન્ચ છે જે આડીઅવળી ઝાડની ડાળીઓ ફેલાયેલી હોય એવી લાગે છે. જાણે વૃક્ષનાં મૂળિયાં જમીનની ઉપર ફેલાયેલાં હોય એવાં ગૂંચળાં ધરાવતી ઑર્ગેનિક ડિઝાઇન બનાવવામાં આવી છે. એમાં કેટલીક જગ્યાને ટેબલ-ચૅરની જેમ પણ વાપરી શકાય છે તો કેટલીક જગ્યાએ ટેકો દઈને બેસી શકાય એવી બેન્ચ છે. લાકડામાંથી જ બનેલી આ અનોખી બેન્ચને સાઉથ કોરિયામાં પબ્લિક ફર્નિચરની સ્પર્ધામાં ખાસ ખિતાબ પણ મળ્યો છે.
