Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથકડી પહેરીને સ્પેનનું એક કપલ ૧૦૧ કિલોમીટર દોડ્યું, બનાવ્યો ટીમ-રનનો રેકૉર્ડ

હાથકડી પહેરીને સ્પેનનું એક કપલ ૧૦૧ કિલોમીટર દોડ્યું, બનાવ્યો ટીમ-રનનો રેકૉર્ડ

Published : 13 November, 2026 12:06 PM | Modified : 13 November, 2026 12:52 PM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેસિકા સ્પેનમાં પોલીસ-અધિકારી છે જ્યારે પેલાયો સિવિલ ગાર્ડ છે. તેઓ અત્યાર સુધી અનેક લોકોના હાથે હાથકડીઓ લગાવીને તેમને અરેસ્ટ કરી ચૂક્યાં છે. જોકે આ વખતે તેમણે પોતાને જ એકમેક સાથે હાથકડીથી બાંધી દીધાં હતાં.

હાથકડી પહેરીને કપલ ૧૦૧ કિલોમીટર દોડ્યું

અજબ ગજબ

હાથકડી પહેરીને કપલ ૧૦૧ કિલોમીટર દોડ્યું


સ્પેનમાં એક કપલે ટીમવર્ક અને સહનશક્તિનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડીને ટીમ તરીકે સૌથી લાંબી દોડ પૂરી કરી હતી. ૪૬ વર્ષની જેસિકા પૅરેડેઝ અને ૪૦ વર્ષના પેલાયોએ સ્પેનમાં સૈનિકો માટે યોજાતી એક રનિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને બન્નેએ ટીમ ઑફ ટૂ તરીકે સૌથી લાંબું અંતર દોડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ પોતાના નામે કર્યો હતો. જેસિકા સ્પેનમાં પોલીસ-અધિકારી છે જ્યારે પેલાયો સિવિલ ગાર્ડ છે. તેઓ અત્યાર સુધી અનેક લોકોના હાથે હાથકડીઓ લગાવીને તેમને અરેસ્ટ કરી ચૂક્યાં છે. જોકે આ વખતે તેમણે પોતાને જ એકમેક સાથે હાથકડીથી બાંધી દીધાં હતાં.

સૈનિકો માટેની આ રન પહાડી વિસ્તારમાં યોજાતી હોય છે એટલે દોડવાનું વધુ અઘરું થઈ જાય છે. આ કપલે ૧૬ કલાક ૫૯ મિનિટ અને ૨૦ સેકન્ડમાં ૧૦૧ કિલોમીટર હાથકડી સાથે દોડીને ટીમ ઑફ ટૂ તરીકે સૌથી લાંબા અંતરનો રેકૉર્ડ બનાવ્યો હતો. જેસિકાનું કહેવું છે, ‘અમે દોડવાનું શરૂ કર્યું ત્યારે બે અલગ વ્યક્તિ હતાં, જોકે હાથમાં હાથકડી સાથે દોડતાં-દોડતાં તાલમેલ સધાતો ગયો અને અમે ખરેખર ટીમ બની ગયાં. એક દિશામાં જ દોડવાનું અને એકબીજાને અનુકૂળ થઈને શરીરની મૂવમેન્ટ કરવા માટે અમારે પરસ્પર ખૂબ ભરોસો અને સધિયારો આપવો પડ્યો. જોકે અમને ખબર હતી કે આ માત્ર એક રેકૉર્ડ નહીં બને, એક સંદેશ પણ આપશે કે બે વ્યક્તિ વચ્ચે સમન્વય સારો હોય તો અઘરામાં અઘરું કામ સરળ થઈ જાય છે.’ સ્પેનમાં આ રનિંગ ઇવેન્ટ મે મહિનામાં યોજાઈ હતી, પરંતુ એમાં તેમણે કરેલાં કારનામાંને સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા માન્યતા તાજેતરમાં મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 12:52 PM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK